રાજપૂત સમાજનો પ્રશ્ન- ‘કાયદો પરત ખેંચી શકાય, તો કલમ કેમ નહી?’ યુવરાજસિંહ સામે કેસ પરત ખેચવાની માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટી કલમો સાથેનો કેસ કરી તેમને જેલમાં ધકેલી દેવાયા છે, ત્યારે રાજપુત સંકલન સમિતિ દ્વારા રવિવારે સુરેન્દ્રનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં કાયદો પરત ખેંચી શકાય, તો કલમ કેમ નહી.? તેમ કહી રાજપૂત સમાજે યુવરાજસિંહની મુક્તિ માટેની રણનીતિ બનાવી હતી.

ગુજરાત રાજયમાં છેલ્લા થોડા વર્ષોમાં ભરતી પરીક્ષાના કૌભાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ખોટી કલમો લગાવી પોલીસે તેમની ધરપકડ કરી છે. હાલ તેઓ જેલમાં છે, ત્યારે તેમની મુક્તિ અને ખોટી કલમો સાથેનો કેસ પાછો ખેંચાય તે માટે રાજપૂત સમાજ એક થઈ રહ્યો છે.

સુરેન્દ્રનગરના મેડિકલ હોલ ખાતે રવીવારે સંકલન સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં રાજયના દરેક જિલ્લાના યુવા પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જયદેવસિંહ, રાજભા, કીશોરસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ ચુડાસમા, ગજેન્દ્રસિંહ સહિતનાઓએ આગામી રણનીતી ઘડી હતી.

રાજપૂત સમાજના યુવાનોના જણાવ્યા મુજબ, સરકારનું જે કામ છે તે યુવરાજસિંહ કરી રહ્યા છે. ભરતી કૌભાંડના આરોપીઓને પકડવાના બદલે સરકાર યુવરાજસિંહ સામે ખોટા કેસ કરી રહી છે. સરકારે તાજેતરમાં જ એક કાયદો બહાર પાડી લોકોના વિરોધને લઈને પરત ખેંચ્યો છે, ત્યારે જો કાયદો પરત ખેંચાતો હોય તો યુવરાજસિંહ સામેની કલમો કેમ નહી. આગામી દિવસોમાં સરકારમાં બેઠેલા રાજપૂત સમાજના નેતાઓ દ્વારા સરકાર પર દબાણ લાવવાનું આયોજન કરાયુ છે.

વર્તમાન સમયે યોજાતી એલઆરડીની પરીક્ષા અને બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન યુવરાજસિંહ કૌભાંડ બહાર ન લાવે તે માટે હાલ તેમની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયા છે. આવેદનપત્રો આપ્યા બાદ પણ સરકારનું પેટનું પાણી હલતુ નથી. આથી આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો માટેની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો