રજનીકાંતે કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી, જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ.

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદા અંગે પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, CAA મુસલમાનો માટે જોખમ નથી. જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ. કેન્દ્ર સરકાર પણ લોકોને આશ્વાસન આપી ચુકી છે કે આ કાયદાથી દેશના નાગરિકોને હેરાનગતિ નહીં થાય.

નાગરિકતા કાયદો લાગુ થયા બાદ દેશભરમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રજનીકાંતે હેરાન કરનારા અંદાજમાં કહ્યું કે, વિભાજન બાદ મુસલમાન ભારતમાં રહેવા આવ્યા હતા, તેમને દેશની બહાર કેવી રીતે મોકલવામાં આવે? ઘણા રાજકીય પક્ષ તેમના સ્વાર્થ માટે CAA વિરુદ્ધ લોકોને ઉશ્કેરી રહ્યા છે.

NRCનું સમર્થન કર્યું

રજનીકાંતે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરનું પણ સમર્થન કર્યું. તેમણે કહ્યું કે,બહારના લોકો વિશે ભાળ મેળવવા માટે NPR જરૂરી છે. કોંગ્રેસની સરકારે પણ પહેલા આને લાગુ કર્યો હતો.

પેરિયાર અંગે આપેલા નિવેદન પર માફી માંગવા માટે ઈન્કાર કર્યો હતો

આ પહેલા રજનીકાંતે 21 જાન્યુઆરીએ પેરિયાર અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, પેરિયાર ભગવાનના કટ્ટર ટીકાકાર હતા. તેમણે 1971માં એક રેલી કરીને ભગવાન રામ-સીતાની વિવાદાસ્પદ તસવીર બતાવી હતી. પરંતુ કોઈએ તેમની ટીકા કરી ન હતી. ત્યારબાદ દ્રવિડ સંગઠને રજનીકાંતની કોઈ પણ શરત વગર માફી માંગી હતી. પત્રિકાઓ અને સમાચારોના કટિંગ બતાવતા અભિનેતાએ કહ્યું હતું કે, તેમણે કંઈ ખોટું કહ્યું નથી. તેઓ તેમની વાત સાબિત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો