રાજકોટમાં કોરોના વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલા વૃદ્ધ મહિલાનું મોત, પ્રોઢાનો FSL રીપોર્ટ આવે તે પહેલા દમ તોડયો

રાજકોટ સિવિલના કોવીડ વોર્ડમાં 14 દિવસ પહેલા સારવારમાં રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા પોલીસે અગાઉ દુષ્કર્મના ગુનામાં સિવિલના કોન્ટ્રાકટ પર કામ કરતા એટેન્ડન્ટની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. તેમજ બંનેના મેડીકલ રીપોર્ટ કરવી તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા મહિલા દર્દીએ ગત 29/4ના રોજ સવારે તેના પરિવારજનોને ફોન કરીને તેમની સાથે અજુગતું બન્યું હોવાની આપવીતી વર્ણવી હતી. મને અહીંથી લઇ જાવ મને ઇન્જેક્શન આપી મારી નખાશે તેવું જણાવતા તેમના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી જાણ કરતા પ્રનગર પોલીસે તપાસ કરી હતી.

દરમિયાન પોલીસની પુછતાછમાં કોવિડ વોર્ડમાં સારવારમાં રાત્રીના તેમના બેડ પર બેઠા હતા. તે દરમિયાન એટેન્ડન્ટએ આવીને સુઈ જવા માટે કહ્યું હતું. ત્યારે માથું તેમજ હાથ-પગમાં દુ:ખાવો થતો હોય ઊંઘ આવતી ન હોવાનું જણાવતા તેમને વોર્ડમાં લાઈટ બંધ કરી હાથ-પગ દબાવવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધી એટેન્ડન્ટ હિતેશ ઝાલાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓનું મેડીકલ કરાવી જેલહવાલે કર્યો હતો.

દરમિયાન મહિલાને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ તેનું પણ મેડીકલ કરાવાયું હતું. જેનો રીપોર્ટ FSL મોકલવામાં આવ્યો હતો. તે દરમિયાન સારવારમાં રહેલી મહિલાનું આજે મૃત્યુ થતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો