કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં ડિગ્રી વગરનો ડૉક્ટર ઝડપાયો, બે વર્ષથી કરતો હતો પ્રેક્ટિસ
એક તરફ કોરોનાની મહામારી (Corona Pandemic) ચાલી રહી છે જ્યારે બીજી તરફ રાજકોટમાંથી ડિગ્રી (Bogus Doctor) વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર છેલ્લા બે વર્ષથી દર્દીઓને દવા (Treatment) આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસ.ઓ.જી પોલીસે (SOG Police) આ નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટના ગુલાબનગર શેરી નંબર 2માં નકલી ડૉકટર ‘ઓમ ક્લિનિક’ના નામથી દવાખાનું ચલાવી રહ્યો હતો. આ નકલી ડૉક્ટર એટલે કે બદરીભાઈ સૂર્યવંશી પોતાના ક્લિનિકમાં આવતા દર્દીઓને દવા આપતો હતો. બદરીભાઈ નામના આ નકલી ડૉક્ટર પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી નથી છતાં પણ હૉસ્પિટલ ચલાવી રહ્યો હતો. નકલી ડૉક્ટરના ક્લિનિકમાંથી પોલીસે હૉસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને ગ્લુકોઝના બાટલાઓ પણ જપ્ત કર્યા છે.
પોલીસે નકલી ડૉક્ટરના ક્લિનિકમાંથી 8 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે નકલી ડૉક્ટરની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ નકલી ડૉક્ટર કોઈ મેડિકલ ડિગ્રી ધરાવતો નથી. નકલી ડૉક્ટરે બીએસસી સુધીનો જ અભ્યાસ કર્યો છે અને બાદમાં સેનેટરીનો કોર્સ કર્યો હતો તેમજ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર ક્લિનિક ખોલ્યું હતું.
હાલ પોલીસે નકલી ડૉક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા નકલી ડૉકટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. આ ખરેખર ગંભીર બાબત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

