રાજકોટમાં સામે આવ્યો વધુ એક ચોંકાવનારો કિસ્સો, છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલ 181 કિલો વજન ધરાવતી મહિલા અને તેના પુત્રને મુક્ત કરાયા

રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા છે. સામાજિક સંસ્થા,181 અભયમ દ્વારા કાર્યવાહી કરીને મુક્ત કરાયા છે. છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટની શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલ ગોવિંદનગર શેરી નં. 2માં રહેતા સરલાબેન કાન્તિભાઈ પ્રજાપતિ ગત 2 વર્ષથી ઘરમાં તેમના સંતાન સાથે રહે છે અને તેમના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈ વસવાટ કરે છે. સંસ્થા સાથે વાતચીત થતા એ વાત સામે આવી હતી કે, મહિલાને 2 વર્ષ પૂર્વે સારણગાંઠનું ઓપરેશન થયું હતું ત્યાર બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને પરિણામે તેઓ શૌચક્રિયા તેમની પથારી પર જ કરતા હતા.

રાજકોટમાં અગાઉ એક બે નહીં, પરંતુ આ ત્રીજી ઘટના સામે આવી છે. રાજકોટમાં સેવાભાવી સંસ્થાએ છેલ્લા 2 વર્ષથી રૂમમાં બંધ 45 વર્ષીય મહિલાને મુક્ત કરાવી છે. અને તેના 13 વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવા પહેલ કરી છે. આ ઘટનાની જાણ થતા સોસાયટીના રહેવાસીઓએ 181ને જાણ કરી હતી જે મારફતે સંસ્થાને પ્રાથમિક માહિતી મળતા તેઓ મહિલાના ઘરે આવી પહોંચ્યા હતા. સંસ્થાના ભગવતીબેન વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેઓના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા ફરી તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેમની ટીમ મહિલાના ઘરની સાફ સફાઈ કરશે અને તેમના ૧૩ વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપશે. હાલ સરલાબેન પ્રજાપતિની આ હાલત ક્યાં કારણે થઇ તે અંગે વધુ વિગતો એકત્રિત કરાશે. હાલ આ પ્રકારના બનાવને રોકવા સંસ્થાઓ આગળ આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો