રાજકોટનો ચોંકાવનારો કિસ્સો: 8 વર્ષના દીકરાના તોફાન બંધ કરાવવા પિતાએ લાકડીથી એટલો માર્યો કે બાળકનું થયું મોત

રાજકોટમાં દારૂના દૈત્યે એક નિર્દોષ પરિવારના એકના એક પુત્રનો જીવ લઈ લીધો છે. નશાના બંધાણી પિતાએ નાશની હાલતમાં પોતાના વ્હાલસોયા પુત્રને ફટકારીને તેનો જીવ લઈ લીધો છે. પુત્રની હત્યા કરી પિતા હત્યારો બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશે મળતી માહિતી પ્રમામે રાજકોટમાં પિતાએ દારૂના નશામાં માર મારતા એકના એક પુત્રનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ આંખમાં આંસુ સાથે બેઠેલી માતા પુત્રના મોતથી હતપ્રદ બની ગઈ છે. તેનો 8 વર્ષનો લાડકવાયો સૌરભ હવે કાયમને માટે આ દુનિયા છોડીને પોઢી ગયો છે. ગઈકાલે દારૂએ તેના પુત્રને તેની પાસેથી સદાયને માટે છીનવી લીધો છે.

આ વિશે માહિતી મળી રહી છે કે, માતા બીનીતા 7 મહિના પહેલા જ નેપાળથી રાજકોટ પરિવાર સાથે રહેવા આવી હતી, અને ચોકીદારી કરી ગુજરાન ચલાવતા પતિ સાથે રહેતી હતી. રાજકોટમાં આવેલ નંદનવન સોસાયટીમાં ચોકીદારી કરતા તેના પતિ સિદ્ધરાજને નશાની ટેવ છે અને આજ ટેવમાં ગઈકાલે નશો કરીને આવેલા સિદ્ધરાજે તેમના પુત્રને ઢોર માર માર્યો હતો. પુત્રને માર મારતા જોઈ પત્ની વચ્ચે પડી હતી, તો નશાના બંધાણી પતિએ પત્નીને પણ ફટકારી હતી.

પુત્રને પિતાએ ફડાકા ઝીંક્યા હતા, જેથી પુત્ર રોવા માંડ્યો હતો. તેની માતા બીનીતા પણ પતિના વર્તનથી દુઃખી થઈ ગઈ હતી. જોકે તે ઘર કામ કરવા ચાલી ગઈ એ સમય દરમિયાન ફરી તોફાને ચડેલા સૌરભે નશાની હાલતમાં ફરી પુત્રને ફટકાર્યો હતો, આ વખતે પિતાએ પુત્રને એવો ફટકાર્યો કે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી.

પુત્રને પિતાના મારથી અડધી રાત્રીના ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જોકે તેને ત્યાંથી સિવિલમાં દાખલ કરાયો અને ત્યાં જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આમ દારૂના નશાની ટેવ એક પરિવારના દિપકને બુજાવી દીધો હતો, તો પિતાને પુત્રનો હત્યારો બનાવી દીધો હતો. હાલ પિતાને તાલુકા પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો