રાજકોટમાં પાન-બીડી-તમાકુના મોટા વેપારીઓને ત્યાં દરોડા, રિટેલમાં માલ વેચવાને બદલે કરી રહ્યા હતા કાળાબજારી

રાજકોટ વેટ જીએસટી તંત્ર દ્વારા કાલે શહેરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના રર જેટલા મોટા વેપારીઓને ત્યાં સોપારી-પાન મસાલા-તમાકુ-સીગારેટ ધંધાર્થીઓનો ટેક્ષ બાકી, ટેક્ષ ચોરી, બાબતે દરોડાનો દોર શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે.

શહેરના અમુક રીટેઇલ વેપારીઓએ એવી ફરીયાદો કરી હતી કે, અમુક એજન્સી વાળા સોપારી-તમાકૂ આપતા નથી અને કાળાબજાર કરે છે, પરીણામે આવા જથ્થાબંધ રર જેટલા વેપારી પેઢી – એજન્સીને ત્યાં દરોડા પડાયા હતા. આણંદપરમાં આવેલ ત્રણ ગોડાઉનમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વેટ રેન્જ-રરના જોઇન્ટ કમિશ્નર અને પુરવઠા વિભાગના ઇન્સ્પેકટરો ઉપરાંત રાજકોટ કલેકટર પાસે એક દિવસ માટે મંગાવેલા દક્ષિણ મામલતદાર સહિત ૧૯-નાયબ મામલતદારોની ફોજ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરભરમાં કુલ -રર ટીમો બનાવાઇ છે અને શહેરમાં રર જેટલા મોટા વેપારીઓને ત્યાં દરોડા પડાયા છે.

દરોડા એટલી મોટી માત્રામાં છે કે, વેટ તંત્ર દ્વારા કલેકટર પાસે દરોડાની કામગીરી માટે ખાસ નાયબ મામલતદારોને બોલાવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, જ્યારથી લોકડાઉન 4માં પાન ગલ્લાને છૂટ આપવામાં આવી છે, ત્યારે શહેરના રીટેલ વેપકરીઓને હોલસેલ વેપારીઓ પાન, તમાકુ, સોપારી, સિગરેટ, બીડી સહિતની વસ્તુઓનો માલ આપતા નથી અને કાળાબજારી કરી વેચી રહ્યા છે, ત્યારે ફરિયાદને આધારે તંત્રએ દરોડા પાડ્યા હતા. જોકે દરોડામાં ખૂબ મોટી સંખ્યામાં કરચોરી સામે આવે તેવી શકયતા જોવાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો