રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પત્ર લખીને પરિવાર ગાયબ થયો, ’13 તારીખ સુધી અમારી ભાળ ન મળે તો મરેલા સમજજો’

રાજકોટ શહેરમાં પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ ફરી એક વખત વિવાદમાં સપડાયો હોવાનું સામે આવ્યું છે. વિજય મકવાણા નામના યુવાન દ્વારા પ્રદ્યુમન બિલ્ડર ગ્રૂપના જે.પી. જાડેજા વિરુદ્ધ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

પત્રમાં વિજય મકવાણાએ લખ્યું છે કે, અઢી કરોડ તેણે વ્યાજે લીધા હતા. તેના બદલામાં તેને જે પી જાડેજાના નામે પ્રદ્યુમન વિલામાં પોતાના ફ્લેટનો હિસ્સો તેમના નામે કરી દીધો હતો, તેમ છતાં તેમની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. પત્ર લખ્યા બાદ ઘરેથી વિજયભાઈ તેમની પત્ની અને તેમની પુત્રી ક્યાંક ચાલ્યા ગયા છે. ત્યારે વિજયભાઈના ભાઈએ તાલુકા પોલીસમાં પત્ર સાથે અરજી કરી છે. જે અરજી કરતાની સાથે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

પત્રમાં વિજયભાઈએ સ્પષ્ટ લખ્યું છે કે, આગામી 13મી તારીખ સુધીમાં તેઓનો કોઈ પત્તો ન લાગે તો તેમને મરી ગયેલા સમજવા. તો સાથે જ વિજય મકવાણા એ પોલીસ કમિશનરને સંબોધતા લખ્યું છે કે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ટ્યુશન ક્લાસીસનો વ્યવસાય કરી પોતાના ઘરનું આર્થિક ગુજરાન ચલાવે છે. ધંધાના વિકાસ માટે વર્ષ 2013માં કેકેવી હોલ પાસે એક મોટું બિલ્ડિંગ બનાવ્યું હતું. જેમાં ૩૩ ટકા બાલાભાઈ આંદીપરા પાર્ટનર તરીકે જોડાયા હતા. પરંતુ તેમના ભાગે આવતા પૈસાની તેઓ વ્યવસ્થા ન કરી શકતા તેઓ અમારી સાથે પાર્ટનર માં જોડાયા હતા, ત્યારે તે સમયે તેમણે કહ્યું હતું કે, તમે તમારી રીતે તાત્કાલિક અન્ય પાર્ટનર શોધી લો. આ સમયે તાત્કાલિક કોઈ પાર્ટનર ન મળતાં મેં જે.પી જાડેજા પાસેથી અઢી કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના સિક્યુરીટી પેટે બનાવેલ બિલ્ડિંગમાં ૩૦ ટકાનો હિસ્સો આપ્યો હતો. આ સમયે તેમના કહેવાથી અમે પી.એન એસોસિએટ્સ નામની પેઢી પણ બનાવી હતી. જે પેઢી મા 70 ટકા હિસ્સો અમારા બંને ભાઈઓ નો હતો જ્યારે કે 30 ટકા હિસ્સો જેપી જાડેજાએ પોતાના પરિવારની ત્રણ ત્રણ મહિલાઓ ના નામે 10-10-10% રાખ્યો હતો.

ત્યારબાદ દર મહિને અમે તેઓને ત્રણ ટકા વ્યાજ લેખે સાડા સાત લાખ રૂપિયા આપતા હતા. જે વ્યાજ 2019 સુધી તેમને નિયમિત આપતા રહ્યા હતા. પરંતુ આર એમ સી દ્વારા ટેકનિકલ કારણ આગળ ધરીને બિલ્ડીંગ બંધ કરાવવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો