રાજકોટમાં પોલીસને દંડના ટાર્ગેટ પૂરા કરવામાં જ રસ છે તેને પુરવાર કરતી ઘટના, હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા વાહનચોરને પોલીસે અટકાવ્યો, ફોટો પાડીને જવા દીધો

ભીલવાસ પાસેથી 25 દિવસ પૂર્વે ચોરાઉ એક્સેસ પર અન્ય બાઇકની નંબર પ્લેટ લગાવીને નીકળેલા વાહનચાલકને ભીલવાસ પાસે પોલીસે અટકાવ્યો હતો. વાહનચોર પોલીસની સામે ઊભો હતો તેને પકડવાને બદલે પોલીસે હેલ્મેટ કેમ પહેર્યું નથી તેમ કહી ફોટો પાડી તેને જવા દીધો હતો. પોલીસે તસ્કરને જવા દેવાની ગંભીર ભૂલ કરી હતી અને નિર્દોષ બાઇક માલિકને રૂ.500ના દંડનો મેમો મળ્યો હતો.

મેમામાં છાપેલી તસવીર જોતા જ આશ્ચર્ય

શહેરના યુનિવર્સિટી રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા વિજયસિંહ દિલીપસિંહ ઝાલાને તાજેતરમાં તેમના ઘરના સરનામા પર ઇ-ચલણ મળ્યું હતું, જેમાં તેમની માલિકીના સ્પ્લેન્ડર બાઇક નંબર દર્શાવવામાં આવ્યા હતા અને સદર બજારમાં ગત તા.2ના બપોરે 12 વાગ્યે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યાનું અને હેલ્મેટ નહીં પહેરવા બદલ રૂ.500નો દંડ ચૂકવવાનું દર્શાવ્યું હતું.પરંતુ બાઇક માલિક વિજયસિંહે ઇ-ચલણ જોતાં જ તેમની આંખ પહોળી થઇ ગઇ હતી, તેમને જે સ્પ્લેન્ડર બાઇકના નંબર અંગે મેમો ફટકારવામાં આવ્યો હતો તે મેમામાં તસવીર એક્સેસની હતી અને તે એક્ટિવા અન્ય કોઇ વ્યક્તિ ચલાવી રહ્યું હતું.

પોલીસને ગુનો શોધવામાં રસ જ નથીઃ વિજયસિંહ

વિજયસિંહે જણાવ્યું હતું કે, તેમણે બાઇક ખરીદ કર્યા બાદ તેમના વતન તેમના કુટુંબીજનને આપ્યું હતું અને તે બાઇક લઇને ક્યારેય રાજકોટ આવ્યા નથી. પોલીસે એક્સેસ ચાલકને અટકાવ્યો હતો તે વાહનમાં એચએસઆરપી નહીં પરંતુ સાદી નંબર પ્લેટ હતી અને તે નંબર પ્લેટ પર વિજયસિંહ ઝાલાની માલિકીના બાઇક નંબર લગાવવામાં આવ્યા હતા. દંડ ઉઘરાવવા લોકોને ટાર્ગેટ કરી રહેલી પોલીસે જો એ એક્સેસ ચાલકને એચએસઆરપી નંબર પ્લેટ શા માટે નથી, એક્સેસની આરસી બુક અંગે પૂછપરછ કરી હોત તો એક્સેસ ચોરી કરનાર તસ્કર રંગેહાથ ઝડપાઇ જાત, પરંતુ શહેર પોલીસને ગુનો શોધવામાં નહીં પરંતુ પોતાના કામથી બહાર જનાર વાહનચાલકને ગુનેગાર સમજી તેની પાસેથી દંડ કેવી રીતે ઉઘરાવી શકાય તેમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસની ‘ટાર્ગેટ’ કામગીરીનો નમૂનો

પોલીસના મોટાભાગના અધિકારી અને કર્મચારી માત્ર ટાર્ગેટ માટે જ ફરજ બજાવતા હોય તેની આ તસવીર પૂરાવો આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો