રાજકોટ પોલીસની દાદાગીરીનો વીડિયો થયો વાયરલ, પોલીસે સ્થાનિકને ગાળો આપીને ધમકાવ્યો

રાજ્યમાં અવાર નવાર પોલીસની દબંગાઈના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પોલીસની દબંગગીરીનો એક વીડિયો સામે આવતા મોટો હોબાળો થયો છે. જેમાં કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાનું ભાન ભૂલ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ જવાન રોંગ સાઇડમાંથી વાહન કાઢવા ઇચ્છતો હતો ત્યારે નાગરિકે તેને કાયદાનું ભાન કરાવતા ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સે થયેલા પોલીસ જવાને ભાન ભૂલી પરિવાર સાથે જઈ રહેલા સ્થાનિકને મા-બહેનની ગાળો આપી હતી. મહત્વનું છે કે, કેકેવી રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા છે ત્યારે તેને ઉકેલવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ પોલીસ લોકોને ધમકી આપી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પોલીસ જવાન સ્થાનિકને ધમકી આપી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને હલ કરવાને બદલે ધમકી મારતો વીડિયો વાયરલ થતા કાયદાનું ભાન ભૂલ્યો હોય તે સ્પષ્ટ દેખાય છે. રાજકોટના એક કાર ચાલકને પોલીસ કર્મી ધમકી આપી રહ્યો હોય તે ઘટનામાં દેખાય છે. આ ઘટનામાં કાર ચાલકે ડાબી સાઈડથી ઓવરટેક ન કરવાનું કહ્યું હતું. રોંગ સાઈડમાંથી પોલીસ કર્મીએ સાઈડ કાપી હતી. ત્યારે આ ઘટના બની હતી. પરિવારજનોએ સમય સૂચકતા વાપરીને પોલીસ કર્મીનો વીડિયો મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયોમાં વહેતો કર્યો હતો.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસની ફરી એકવાર દાદાગીરી સામે આવી છે. રાજકોટના કે. કે. વી હોલ ચોક નજીક રોંગ સાઈડમાંથી બાઇક કાઢવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં એક કાર ચાલક ચિંતન દોશીની કાર ઉભી રખાવી પોલીસ કર્મીનો ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસ તરીકેનો રૂવાબ બતાવી સામાન્ય જનતાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ કાર ચાલકના પરિવારજનોએ પોલીસની દાદાગીરી મોબાઈલમાં કેદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો