રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, વોટ્સએપનાં સ્ટેટસમાં છેલ્લે મુકી ભાવુક પોસ્ટ

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવેએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી શાયરી અને ગીત મુક્યું હતું. ઘટનાના પગલે પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પત્નીને બે વખત મિસ ડિલિવરી થતા ચિંતામાં હતા

આત્મહત્યા કરનાર આશિષભાઇ બે ભાઇમાં નાના હતાં. તેમના લગ્ન 6 વર્ષ પહેલા અંજલીબેન સાથે થયા હતાં. આશિષભાઇ પાંચ વર્ષ પહેલા પોલીસમાં ભરતી થયા હતાં. એ પહેલા જ તેમના લગ્ન થયા હતાં. તે સારા હોકીના ખેલાડી હતાં અને તેમના પત્ની પણ સાથે હોકી રમતાં હોય બંનેના મન મળી જતાં લવમેરેજ કર્યા હતાં. તેમના મોટા ભાઇ હિરેનભાઇ દિપકભાઇ દવે કન્સ્ટ્રકશનનું કામ કરે છે આશિષભાઇની પત્નીને બે વખત મિસ ડિલિવરી થઇ હતી. સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું. આ કારણોસર આશિષભાઇ ચિંતામાં હોવા જોઇએ તેવું સાથી કર્મચારીઓનું કહેવું છે. ગઇકાલે જ તેણે નોકરીમાંથી બે દિવસની રજા લીધી હતી. સાથી કર્મચારીને પોતાના પત્નીને મજા ન હોવાથી રજા લીધાનું કારણ જણાવ્યું હતું.

પિતા દિપકભાઇ દવે એસઆરપીમાં ફરજ બજાવતા હતા

ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેનાર આશિષભાઇ અને તેમના પત્ની અંજલીબેન દવે થોડા દિવસો પહેલા જ રેસકોર્ષ પાર્ક પાસેના મારૂતિનગર હેડ ક્વાર્ટરમાં રહેવા આવ્યા હતાં. અગાઉ તેઓ રેલનગર નાથદ્વારા સોસાયટીમાં રહેતાં હતાં. આશિષભાઇના પિતા દિપકભાઇ દવે એસઆરપીમાં ફરજ બજાવતાં હતાં. તેઓ હાલ હયાત નથી.

આપઘાત કરતા પહેલા આશિષે વોટ્સઅપ સ્ટેટસમાં મુકેલું ગીત અને શાયરી

આપઘાત કરતા પહેલા આશિષે પોતાના વોટ્સઅપ સ્ટેટસ પર ઓનલી ફોર માય એન્જલ, મારી હસતી રમતી પરી લખી ગીત મુક્યું છે જેમાં ગીત આ પ્રમાણે છે. ‘મુસ્કાતા યેહ ચહેરા દેતા હૈ જો પહેરા, જાને છૂપતા ક્યા દિલ કા સમુંદર, ઔરો કો તો હમ દમ છાંયા દેતા હૈ વો ધૂપ મેં હર ખડા ખુદ મગર ચોટ લગી હૈ ઉસે ફીર ક્યું મહેસૂસ મુજે હો રહા હૈ દિલ તું બતા દે ક્યા હૈ ઇરાદા તેરા’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો