‘વ્હાલી અંબા, તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ સુધરી ગયો’: કમિશનર

રાજકોટઃ ઠેબચડા ગામે અનેક ઘા સહન કરીને મોતને મહાત આપવાનો પ્રયાસ કરી રહેલી બાળકી સારવાર હેઠળ છે. પોલીસ કમિશનરે તેને અંબા નામ આપ્યું છે. મહિલા દિને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પોલીસ કમિશનર બાળકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એનઆઈસીયુમાં તેમની સાથે પોલીસ અધિકારીઓ હતા. સીપી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘મહિલા દિને અધિકારીઓની એવી ઈચ્છા હતી કે પહેલા અંબેને મળવા આવીએ. તેને જોવા ગયા ત્યારે તેને આંખો ખોલીને સ્મિત આપ્યું હતું જેથી ઘણો આનંદ થયો હતો અને બધા ભાવવિભોર બન્યા હતા.’ બાળકીને કોણે ફેંકી અને તેના માતા-પિતા કોણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ કમિશનરે બાળકીની માતાને ઉદ્દેશી કહ્યું હતું કે, ‘દીકરીની માતા આ અપીલ સાંભળીને આગળ આવે, તંત્ર તેમજ સમાજ તેની પડખે ઊભો રહેશે.’

અંબાની કસ્ટડી વહીવટી તંત્ર પાસે

અંબેને દત્તક લેવા બાબતે કહ્યું હતું કે, તેમની પાસે ઘણા લોકો બાળકીને દત્તક લેવા ઘણા શહેરીજનો તેમજ પોલીસ પરિવાર આગળ આવી રહ્યા છે. નાગપુરથી પણ એક દં‌પતી આવ્યું હતું જો કે તે અંગેનો તમામ નિર્ણય ચાઈલ્ડ વેલ્ફેર કમિટી કરશે. હાલ અંબાની કસ્ટડી જિલ્લા વહીવટી તંત્ર અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે છે. અંબે સાજી થશે એટલે તેને કાઠિયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવશે અને તે પછી 60 દિવસ બાદ અંબાને દત્તક દેવા માટે કેન્દ્ર સરકારમાં કાર્યવાહી કરવામાં આવશે.

CPએ સાઇન બોર્ડમાં લખ્યું વ્હાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરે બાળકીને દત્તક લેવાની જાહેરાત કરી હતી. હોસ્પિટલ બહાર બાળકીના દીર્ઘાયું માટે મુકાયેલા સાઇન બોર્ડમાં તેઓએ લખ્યું હતું કે, વ્હાલી અંબા વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું. તેમજ બાળકીને ગીફ્ટ પણ આપી હતી.

વેબસાઇટ મારફત બાળકીને દત્તક આપવાની કાર્યવાહી કરાશે

બાળકી સાજી થઇ ગયા બાદ કાઠિયાવાડ બાલાશ્રમ તેનો કબ્જો સંભાળશે. બાળકીને દત્તક આપવા માટેની કાર્યવાહી પણ કરાશે. જે કોઇને દત્તક લેવી હોય તેને આ કાર્યવાહી કરવી પડશે અને 60 દિવસ પછી તેને દત્તક લઇ શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો