રાજકોટ પોલીસે બે દિવસ ઓરિસ્સાના નક્સલી વિસ્તારમાં રહી વેશપલ્ટો કરી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ આચરનાર આરોપીને પડી પાડયો

શહેરના નાનામવા વિસ્તારની બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ઓરિસ્સાના નક્સલી વિસ્તારના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, કૃત્યને અંજામ આપી નક્સલી વિસ્તારમાં ભાગી ગયેલા શખ્સને દબોચવા રાજકોટ પોલીસ નક્સલી વિસ્તારમાં ખાબકી હતી અને વેશ પલટો કરી આરોપીને દબોચી લઇ રાજકોટ લઇ આવી હતી. બે મહિના પહેલા બે પૂર્વે સગીરાનું અપહરણ થતાં મામલો તાલુકા પોલીસ સુધી પહોંચ્યો હતો, થોડા દિવસો બાદ સગીરા મળી આવી હતી, સગીરાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, નાનામવા રોડ પર બેકબોન સાઇટ પાસે રહીને નવી બનતી બિલ્ડિંગમાં કામ કરતા ઓરિસ્સાના બાલીગુડા તાલુકાના બદુંગિયા ગામના ગુલશન ગલિયાતે તેનું અપહરણ કરી ઓરિસ્સા પંથકમાં લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ ગુલશન હાથ આવતો નહોતો.

આરોપી તેના વતન બદુંગિયા ગામે હોવાની હકીકત મળતાં તાલુકા પીઆઇ વી.એસ.વણઝારાએ પીએસઆઇ રાજપુરોહિત, એએસઆઇ આરબી જાડેજા સહિતના સ્ટાફની ટીમ બનાવી હતી. તાલુકા પોલીસની ટીમ પોલીસવાન સાથે ઓરિસ્સાના બાલીગુડાના કંધમાલ પોલીસમથકે પહોંચી હતી અને આરોપી ગુલશન અંગેની હકીકત આપી હતી. ઓરિસ્સા પોલીસે આરોપી જ્યાં છુપાયો છે નક્સલી વિસ્તાર હોવાથી પોલીસવાનમાં તેમજ પોલીસના યુનિફોર્મમાં જવા સામે લાલબત્તી ધરી હતી, રાજકોટ અને ઓરિસ્સા પોલીસે મોબાઇલ નંબર ટ્રેસ કરતાં આરોપી નક્સલી વિસ્તારના ચોક્કસ સ્થળ પર બાઇકમાં ફરતો હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમ ખાનગી વાહનમાં નક્સલી વિસ્તારમાં પહોંચી હતી અને ત્રણ દિવસ સુધી રેકી કર્યા બાદ મોકો મળતાં જ ગુલશનને બાઇક પરથી જ દબોચી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો