સાવધાન! રાજકોટમાં પોલીસનો સ્વાંગ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી

રાજકોટમાં પોલીસનો સ્વાંગ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી લીધા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી રૂપિયા 9 હજાર વાહન ચાલક પાસેથી પડાવ્યા હોવાનું ખુલ્યું છે. જોકે પોલીસે પાંચ આરોપીઓને જેલની હવા ખાતા કરી દીધા છે.

રાજકોટ પોલીસે નૈતિક સાંગાણી, મહેશ ચુડાસમા, રમેશ રાણેસરા, અમિત ગોહિલ અને વિજય દેવભડીંજીની ઝડપી પાડ્યા છે. આ તમામ શખ્સો પર આરોપ છે નકલી પોલીસ તરીકે વાહન ચાલકોને રોકીને રૂપિયા ખંખેરતા હતા. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં ગત 28 તારીખે વીંછીયા તાલુકાના ઓરી ગામના સગરામભાઈ ધોરીયા નામના વ્યક્તિ આવ્યા હતા અને પોલીસે રૂપિયા 9 હજાર લીધા હોવાની રાવ કરી હતી. જોકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચોંકી ગયો હતો અને પીઆઇ જી.એમ.હડિયાએ તપાસ કરવા ડી-સ્ટાફને મોકલ્યા હતા. પોલીસ તપાસમાં ફરિયાદીને આંતરીને બે બાઇકમાં આવેલા પાંચ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને રૂ. 9 હજાર પડાવી લીધા હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી બાઇક નંબર આધારે આરોપીઓને દબોચી લીધા હતા. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

શા માટે રચ્યો પોલીસનો સ્વાંગ?

પોલીસના કહેવા મુજબ આરોપી નૈતિક સંગાણી (પટેલ) મુખ્ય માસ્ટર માઈન્ડ છે. સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપવાથી સામાન્ય માણસ વાહન ઉભું રાખે છે અને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપે જેથી લોકો ડરી જતા હોય છે. આવા વાહન ચાલકોને પોલીસ સ્ટેશન નહિં લઈ જવાના રૂપિયા ખંખેરતા હતા. પોતાના મોજ શોખ પુરા કરવા માટે આરોપીઓ પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસે હાલ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવતા એક આરોપી કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે હાલ પોલીસે આરોપીના રિમાન્ડ લઈને પૂછપરછ શરૂ કરી છે. પોલીસના સ્વાંગમાં અત્યાર સુધીમાં કેટલા સમયથી અને કેટલા લોકોને પોતાનો શિકાર કર્યો છે તેની તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો