રાજકોટમાં તરુણી એકલી હતી ત્યારે ઘરે દોડી આવ્યો પ્રેમી, બદનામ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં વધુ એક વખત દુષ્કર્મ (Rape case)ની ઘટના સામે આવી છે. 17 વર્ષ (Teenager)ની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી હવસખોર વ્યક્તિએ પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ (Rajkot B Division police) દ્વારા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પીડિતાની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, તેમને છ સંતાનો છે. છ સંતાનો પૈકી માનસી નામની 17 વર્ષની દીકરી (નામ બદલ્યું છે) છેલ્લા એક વર્ષથી અજય નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી.

કિશોરીની માતાની ફરિયાદ પ્રમાણે ગત પહેલી માર્ચના રોજ મારી દીકરી ઘરે એકલી હતી. આ સમયે અજય ઘરે આવ્યો હતો અને દીકરીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. આ સમયે મારી દીકરીએ ઇન્કાર કરતા તેને મારી નાંખવાની તેમજ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. ઘરમાં એકલી રહેલી દીકરીને માત્ર બદનામ કરવાની કે જાનથી મારી નાંખવાની ધમકી જ નહીં પરંતુ તેની એકલતાનો ગેરલાભ ઉઠાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ પણ બાંધ્યો હતો.

સમગ્ર મામલે પુત્રીએ જ્યારે પોતાની માતાને આપવીતી સંભળાવી ત્યારે માતાએ પણ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો. બી ડિવિઝન પોલીસ ખાતે પીડિતા અને માતાએ અજયે ચારથી પાંચ વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા ઇ.પી.કો કલમ 376 (2), 506 (2), તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 4,6 મુજબ આરોપી અજય ભાઈ ભૂપતભાઈ દુધરેજીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ઔસુરાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ બાબતની ગંભીર ફરિયાદ મળતાં પીએસઆઇ બી. બી કોડીયાતર અને તેમની ટીમે આરોપી અજય દુધરેજીયાની શોધખોળ શરૂ કરી હતી. સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેનો મેડિકલ ટેસ્ટ કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો