રીક્ષા ચોર અમદાવાદથી રીક્ષા ચોરી રાજકોટમાં ફેરવતો, સૂરજ ઉર્ફે ‘કાળીનો એક્કો’ પકડાયો

રાજકોટ શહેરમાં તાજેતરમાં જ વાહનચોરીના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે વાહનચોરોને પકડવા પોલીસે પણ વધુ સક્રિય બની છે. રાજકોટ પોલીસે વાહનચોરીનો એક ગુનો યુનિવર્સિટી પોલીસે ડિટેકટ કર્યો છે. અમદાવાદથી બે મહિના પહેલા રિક્ષા ચોરી રાજકોટમાં ફેરવતા સુરેન્દ્રનગરના વઢવાણના સૂરજ ઉર્ફ કાળીનો એક્કો પ્રકાશભાઇ દશનામીને હેડકોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાસેથી જીજે૦૧ટીઇ-૪૭૧૭ નંબરની અડધા લાખની કિંમતની રિક્ષા સાથે પકડી લેવાયો છે.

આ શખ્સ ચોરીની રિક્ષા ફેરવતો હોવાની બાતમી હોવાથી ઉઠાવી લેવાયો હતો. પુછતાછમાં પહેલા તો રિક્ષા પોતાની હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે પોકેટકોપ એપથી રિક્ષાના નંબર સર્ચ કરતાં આ રિક્ષા અમદાવાદના મારૂજી વિજયકુમાર ચીમનલાલના નામે નીકળી હતી. આકરી પુછતાછમાં કાળીના એક્કાએ રિક્ષા અમદાવાદ ચાંગોદર પાટીયેથી બે મહિના પહેલા ચોરી કર્યાનું કબુલતાં તેની અટકાયત કરી અમદાવાદ પોલીસને જાણ કરાઇ હતી.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.

સૂરજ હાલ રખડતુ જીવન જીવે છે. અગાઉ સુરેન્દ્રનગરમાં પણ ચોરીના ગુનામાં પકડાયો હતો. હાલ તો પોલીસે કાળીના એક્કાને પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે અને સાથે જ તેણે તાજેતરમાં જ કેટલીક ચોરીઓ કરી છે, તેમજ તેની સાથે અન્ય કોઈ ચોરી કરવામાં સામેલ છે કે કેમ તે અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પોલીસ પોકેટકોપ એપનો પણ સહારો લઈ અલગ અલગ કાર્યવાહીઓ હાથ ધરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો