કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમો પણ હાઉસફૂલ: રાજકોટના વૃદ્ધાશ્રમમાં 200 ઈન્કવાયરી, 55ની કેપેસિટી સામે 52 અરજી પેન્ડિંગ

કોરોનાના કેસમાં વધારો થતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. નાનું મકાન અને મોટું કુટુંબ ધરાવતા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા વડીલોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડી રહ્યો છે. જેથી વૃદ્ધાશ્રમમાં પણ ઈન્કવાયરીની સંખ્યામાં વધારો થયો છે.

ઢોલરા ખાતે આવેલા – દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીના જણાવ્યા અનુસાર, બીજી લહેર દરમિયાન ઈન્કવાયરી વધી હતી, પરંતુ ત્યારબાદ ઈન્કવાયરીમાં આંશિક ઘટાડો થયા બાદ ફરી કોરોનાના કેસમાં વધારો થતા ઈન્કવાયરીમાં વધારો થયો છે.

રાજકોટ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે મહારાષ્ટ્રથી પણ ઈન્કવાયરી આવે છે. કોરોનાની પ્રથમ લહેર બાદ વૃદ્ધાશ્રમમાં અત્યાર સુધીમાં 200 કરતા પણ વધુ ફોન આવ્યા છે, જેમાં 30 જેટલા ફોન મહારાષ્ટ્રથી તથા એક ફોન આંધ્રપ્રદેશથી આવ્યો છે.

મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થતા લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બનવાના કારણે વૃદ્ધોને વૃદ્ધાશ્રમ તરફ જવું પડી રહ્યું છે. અત્યારે પણ દર બે-ત્રણ દિવસે એક ફોન આવે છે. ઢોલરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં 55 વડીલોની કેપેસિટી છે અને તેની સામે 52 અરજી પેન્ડિંગ છે.

25 વર્ષથી જે નથી બન્યું તે કોરોનામાં બન્યું : ટ્રસ્ટી
ઢોલરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમને 25 વર્ષ થયા છે. ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર છેલ્લા 25 વર્ષમાં જેટલા ફોન નથી આવ્યા, તેટલા કોરોનાકાળમાં આવ્યા છે. જેથી ટ્રસ્ટી અને નિષ્ણાતો દ્વારા સરવે કરવામાં આવતા, કોરોનાના કારણે કેટલાક લોકોને રોજગારી પૂરી ન મળવી, કેટલાકના ધંધા ચોપટ થઇ ગયા હોવાથી આવક ઘટી ગયા હોવાનું સામે આવ્યું હતું. નાના મકાનમાં રહેતા હોઈ અને મોટું કુટુંબ ધરાવતા હોઈ તેઓને રોજગારીના રસ્તા બંધ થઇ જતા વડીલો માટે વૃદ્ધાશ્રમનો રસ્તો ખોલતા હોવાનું પણ સામે આવ્યું છે. મુંબઈથી ઈન્કવાયરી આવવા પાછળનું કારણ જાણતા મુંબઈ સ્થિત પરિવારના કોઈ સ્નેહીજન સૌરાષ્ટ્રમાં રહેતા હોવાથી ઢોલરા બાજુનો માર્ગ ચીંધવામાં આવે છે.

વડીલો પોતે જ વૃદ્ધાશ્રમમાં ફોન કરે છે
વૃદ્ધાશ્રમમાં માત્ર દીકરા જ ફોન કરી વડીલોના એડમિશન કરાવે તે વાત પણ અત્યારે જુઠ્ઠી સાબિત થઇ રહી છે. ઢોલરા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીના જણાવ્યા અનુસાર, ક્યારેક એવું પણ બને છે કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા પર દીકરાના બદલે વડીલો પોતે વૃદ્ધાશ્રમમાં ફોન કરી દાખલ થવાની અરજી કરે છે.

કોરોનાના કેસ વધતા તકેદારીરૂપે નિયમો બનાવાયા
કોરોના કેસમાં વધારો થતા વૃદ્ધાશ્રમમાં કેટલાક નિયમો લાદવામાં આવ્યા છે. જેમાં વડીલોએ માસ્ક, સેનિટાઇઝર ફરજિયાત સાથે મુલાકાતી પર પાબંધી રાખવામાં આવી છે. દરરોજ સવાર – સાંજ થતી સામૂહિક આરતી, દાતાઓના જમણવાર, સત્સંગને બંધ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો