રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી 16 વર્ષના સગીરને રહેંસી નાખ્યો, સામાન્ય બાબતમાં હત્યા બની તપાસનો વિષય

રાજકોટ શહેર (Rajkot Murder)માં ફરી એક વખત સરેઆમ ખેલાયો છે ખૂની ખેલ. 16 વર્ષીય આયુષ બારૈયાની હત્યા (Murder) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે થોરાળા પોલીસને જાણ થતાં પોલીસ (Police) કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ મૃતકની લાશને પીએમ અર્થે શહેરના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોને જાણ થતાં પીએમ રૂમ ખાતે આક્રંદ કરતા તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા. ત્યારે પરિવારજનો દ્વારા આરોપીને તાત્કાલિક અસરથી ઝડપી લેવા માંગણી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના ચૂનારાવાડ ચોક પાસે બુધવારના રોજ સરેઆમ બપોરના બેથી ત્રણ વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષના આયુષ બારૈયા નામના કિશોરની ડેવિલ સોલંકી, આદિત્ય ઘોરી, કેવલ સહિતના ચાર સખશો દ્વારા હત્યા નીપજવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં આયુષના મિત્ર નિતીન વાઘેલા જણાવ્યું હતું કે, આયુષ સમાધાન બાબતે જવાનું છે તેવું કહેતો હતો. જેથી સમાધાનમાં હું પણ તેની સાથે ગયો હતો. પાંજરાપોળ ખાતે અમે બંને મળ્યા હતા અને ત્યારબાદ આગળ ચોકમાં જતા સમાધાન કરવા આવેલા શખ્સોએ અમને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ છરીનો એક ઘા મને અને એક ઘા આયુષને માર્યો હતો. ત્યારબાદ અમે બંને પોત-પોતાની રીતે જીવ બચાવવા ભાગ્યા હતા. આયુષે મને કહ્યું હતું કે, ફોન બાબતે મારી પાસે ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે બાબતનો ડખ્ખો છે તેથી આજે સમાધાન કરવા જવાનું છે. ફોન બાબતે ગમે ત્યારે મારી પાસેથી સો બસો રૂપિયાની ઉઘરાણી કરી લે છે. ત્યારે આજરોજ આયુષ ભાઈને આદિત્ય ઘોરીનો ફોન આવ્યો હતો, જે સમયે પ્રશાંત ભાઇ પણ તેમની સાથે હતા.

ત્યારે સમગ્ર મામલે હાલ થોરાળા પોલીસના થાણા અમલદાર બિ.એમ કાતરીયા અને તેમની ટીમ દ્વારા હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપીઓના ઝડપાયા બાદ જ ખ્યાલ આવશે કે, આખરે હત્યાનો ખૂની ખેલ માત્ર મોબાઈલ અને તે બાબતના પૈસા બાબતે ખેલાયો હતો કે પછી કારણ બીજુ કઈ અલગ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો