રાજકોટ મનપાએ કન્ટેનમેન્ટ ઝોન માટે 2.50 કરોડ પતરાનું ભાડુ ચુકવ્યુ, ભાડા જેટલા પૈસામાં તો નવા પતરા આવી જાય
રાજકોટમાં કોરોના પાછળ થયેલા ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ મનપાએ કોરોના પાછળ 3 કરોડનો ખર્ચ કર્યો છે. કોરના પાછળ ખર્ચને લઈને મનપાને વિપક્ષે આડેહાથ લીધું હતુ,
- કુલ 3 કરોડના ખર્ચમાંથી આરોગ્ય પાછળ 30 લાખ જ ખર્ચાયા
- 3 કરોડમાંથી અઢી કરોડનું તો ફકત ભાડું ચૂકવ્યું
- રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ પતરા લગાવાયા હતા
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
3 કરોડમાંથી આરોગ્ય માટે માત્ર 30 લાખ જ ખર્ચાયા હોવાનું સામે આવ્યું હતુ. 3 કરોડમાંથી 2.50 કરોડ તો ખાલી ભાડું ચૂકવ્યુ છે. બેરીકેટ્સ, પતરા, મંડપની આડસ પાછળ 2.50 કરોડ ખર્ચાયા હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે ત્યારે વિપક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજકોટમાં માત્ર જંગલેશ્વરમાં જ પતરા લગાવાયા હતા. થોડાક જ પતરા લગાવાયા તેમા કરોડોના ખર્ચ? ભાડુ ચૂકવવા કરતા તમામ સામાન 2.50 કરોડમાં ખરીદી શકાય.
સળગતા સવાલ
- કોરોના મહામારીમાં RMCનો અણઘડ વહીવટ કેમ?
- કોરોના મહામારી દરમિયાન આરોગ્ય પાછળ માત્ર 30 લાખનો જ ખર્ચ?
- શું માત્ર 30 લાખના ખર્ચમાં દવાઓ, અન્ય સામગ્રીઓ આવી ગઈ?
- 2.5 કરોડનો ખર્ચ પતરા ઉભા કરવા પાછળ કઈ રીતે?
- જો થોડા જ પતરા લગાવ્યા હતા તો 2.5 કરોડ કઈ રીતે ખર્ચાયા?
- શું રાજકોટ મહાપાલિકા સોને મઢેલા પતરા ઉભી કરતી હતી?
- રાજકોટ મહાપાલિકા આ મુદ્દે જવાબ આપશે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

