RMCએ માનવતા નેવે મૂકી ચોમાસામાં ડિમોલિશન કર્યું, 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા, મહિલાએ કહ્યું- બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં રાજકોટના વોર્ડ નંબર-13માં 80 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટ મનપા દ્વારા જ્યારે ડીમોલેશન હાથ ધરાયું હતું ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. એક અંદાજ પ્રમાણે 200 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. રાજકોટના ખોડિયારનગરમાં ટીપી રોડને લઈને 80 જેટલા કાચા મકાન પર બુલડોઝર ફર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ પસાર થવાનો છે, જેને બનાવવા માટે 81 મકાનને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો. બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માંગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ઉમટ્યું હતું અને પોતાના ઘરને ન તોડવા વિનંતી કરી હતી. જાણવા મળી રહ્યું છે કે મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી.”

બાળકો ભૂખ્યાં થાય તો તેને શું ખવડાવીશું: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાઓએ રડતાં રડતાં જણાવ્યું હતું કે મત માગવા ટાણે નેતાઓ આવે છે, પરંતુ આવી તકલીફ હોય ત્યારે પૂછવા પણ નથી આવતા કે તમે શું કરશો. હાલ વરસાદમાં તમામ સામાન પલળી ગયો છે. અમે ક્યાં જઇએ, આજે કંઈ રીતે રસોઈ બનાવવી એ કંઈ સમજ પડતી નથી. નાનાં બાળકો ભૂખ્યાં થાય તો તેને શું ખવડાવીશું એની ચિંતા પણ કોરી ખાય છે. ચોમાસામાં ડિમોલિશન કરવામાં આવ્યું હોવાથી ઉપર આભ અને નીચે ધરતી જેવી અમારી સ્થિતિ થઇ ગઇ છે. વર્ષોની કમાણી અમે ગુમાવી દીધી છે.

સ્થાનિક મહિલાએ વૈકલ્પિક સુવિધા કરી આપવા માગ કરી
સ્થાનિક મહિલા પારુલબેને જણાવ્યું હતું કે અમે મનપાને બીજે રહેવા માટે વ્યવસ્થા કરી દો એવી રજૂઆત કરી છે. હાલ ઘર પડી ગયું હોવાથી શેરી વચ્ચે સામાન રાખ્યો છે અને ઝરમર વરસાદથી ઘરવખરી પણ પલળી ગઈ છે. અમારે તો બધું જ લૂંટાઈ ગયું છે. હાલ કોઈ ભાડે મકાન આપતું નથી. આથી વૈકલ્પિક સુવિધા કરી આપો, જેથી ચોમાસામાં અમે અને ઘરવખરી સુરક્ષિત રહી શકે.

મનપાએ ઘર ખાલી કરવા અગાઉ નોટિસ પાઠવી હતી
રાજકોટના વોર્ડ નં.13માં ખોડિયારનગર વિસ્તારમાં ટીપી રોડને લઈને 80 મકાન અને દુકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. મનપાના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ લોકોને જાણ કરવામાં આવી હતી. પરંતુ મકાન અને દુકાનો ખાલી કરાયાં નહોતાં, પરંતુ હાલ ધીમી ધારે વરસાદ હોય અને આ રીતે રસ્તા પર સ્થાનિકોએ સામાન મૂકી દીધો છે.

વેરો ભરીએ છીએ છતાં આવું કર્યું: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે નીતિન રામાણી અહીંના નેતા છે, તેઓ આજે ડોકાયા પણ નથી. અમે રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરીએ છીએ. ગટર સાફ કરાવવાની હોય તો અમારે તેમને ફોન કરવો પડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પહોંચી જાય છે. મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી. હાલ ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો