રાજકોટમાંથી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, ગ્રાહકોને બે હજારમાં મળતી રૂપલલના..

રાજકોટ શહેર પોલીસે રવિવારે ૩૦ જેટલા સ્પા પાર્લરોમાં દરોડા પાડયા હતા અને ૩ સામે જાહેરનામાં ભંગ અંગે ગુનો નોંધ્યો હતો ત્યારે યુનીવર્સીટી પોલીસે યુનીવર્સીટી રોડ ઉપર સ્પામાં દરોડો પાડી પખવાડીયાથી ચાલતા કૂટણખાનાનો પર્દાફશ કરી સંચાલક, ગ્રાહકની ધરપકડ કરી ભાગીદારની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરમાં સ્પા પાર્લરની આડે થતા ગોરખ ધંધા બંધ કરાવવા ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે યુનીવર્સીટી પીઆઈ એ એસ ચાવડા અને ટીમે યુનીવર્સીટી રોડ ઉપર શુભધારા કોમ્પ્લેક્ષમાં આવેલ લકઝરીયસ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી આધારે દરોડો પાડયો હતો.

જેમાં કૈલાશધારા પાર્કમાં રહેતા સંચાલક નૈતિક રામજીભાઈ કાનકડ અને રંગરેલીયા મનાવવા આવેલ આલાપ સેન્ચ્યુરીમાં રહેતા ગ્રાહક વિનોદ રણછોડભાઈ ડઢાણીયાને રંગેહાથ દબોચી લીધા હતા પોલીસે સ્પામાંથી ૮ ફેન અને રોકડ સહીત ૪૩,૫૦૦નો મુદામાલ કબજે કર્યો છે અને હાજર નહિ મળી આવેલા ભાગીદાર વૃંદાવન આવાસ ક્વાટરના અશ્વિન કેશવજીભાઇ ચનીયારા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પીએસઆઈ અરવિંદસિહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫-૨૦ દિવસથી ૪ યુવતીઓને રાખીને સ્પાની આડમાં કૂટણખાનું ચાલુ કર્યું હતુ ગ્રાહક દીઠ ૨ હજાર રૂપિયા લેતા હતા અને તે પેટે યુવતીને ૮૦૦ રૂપિયા આપતા હતા વિશેષ પુછતાછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો