કોરોનાએ 56 દેશમાં જેના વાવટા ફરકતા હતા તે રાજકોટના ઈમિટેશનના ધંધાને તહસનહસ કરી નાખ્યો, 7000 યુનિટ બંધ થઈ જતા આશરે 3 લાખ લોકો બેકાર બન્યા

56 દેશમાં જેના વાવટા ફરકતા હતા તે રાજકોટના ઈમિટેશનના ધંધાને કોરોનાએ તહસનહસ કરી નાખ્યો છે. પ્રથમ લહેરથી જ જર્વેલરી માર્કેટને મહામારીનું ગ્રહણ લાગ્યું હતું. તે બીજીલહેર પુરી થયા પછી પણ પુરૂ થયું નથી. રાજકોટમાં છેલ્લા બે મહિનામાં ઈમિટેશનના 7000 યુનિટ બંધ થઈ જતા આશરે 3,00,000 લોકો બેકાર બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજકોટ ઈમિટેશન એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહે જણાવ્યું હતું કે રાજકોટમાં ઈમિટેશનના 15000 યુનિટ આવેલા છે કાચામાલ-સામાનમાં 60 ટકા જેટલો વધારો થતા તેની સીધી અસર ઈમિટેશન માર્કેટ ઉપર પડી છે અમુક માલમાં 100 ટકાનો વધારો થયો છે તેના કારણે ઈમિટેશન જર્વેલરીની ડીમાંન્ડ ઘટી ગઈ છે.

બે વર્ષ પહેલા રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં 15૦૦૦ કારખાના રાત-દિવસ ધમધમતા હતા તેમાંથી છેલ્લા 60 દિવસમાં 7000 કારખાનાને તાળા લાગી ગયા છે જર્વેલરી બ્રાન્ડની કોસ્ટમાં ઘરખમ વધારો થવાના કારણે તેમજ કમાણીના સમયે જ રાજ્ય સરકાર દ્રારા બંધની જાહેરાત કરતા કરોડો રૂપિયાનો માલનો ભરાવો થઈ ગયો છે.

જીજ્ઞેશભાઈએ વધુમાં કહ્યું હતું કે કોરોનાના કારણે સતત બે વર્ષથી સરકારે ધાર્મિક સ્થળો બંધ રાખ્યા છે જયાં મોટી માત્રામાં જર્વેલરી બ્રાન્ડની સપ્લાય કરવામાં આવે છે તેમજ લગ્નગાળામાં પણ આ માર્કેટને કમાણી થતી હોય છે આ વર્ષે લગ્નની સીઝીન પણ ફેઈલ ગઈ છે તેમજ તહેવારમાં પણ પાબંધી મુકવામાં આવતા ઈમિટેશન માર્કેટને જબરૂ નુકશાન થયું છે.

રાજકોટ ઈમિટેશન માર્કેટનું વાર્ષિક ટર્નઓવર 2500 કરોડ આસપાસ હતું બે વર્ષથી ધંધો ઠપ્પ થતા અત્યારે માર્કેટનું ટર્નઓવર 300 કરોડ આસપાસ પહોચી ગયું છે જર્વેલરી માર્કેટની ડિમાન્ડ ઘટી જતા બેકારીનું પ્રમાણ વધી ગયું છે. હવે આ માર્કેટને ઉગારવા માટે રાજ્ય સરકાર અન્ય ઉદ્યોગોને જેમ પ્રોત્સાહન આપે છે તેવી રીતે રાજકોટના ઈમિટેશન ઉદ્યોગ માટે ટેકસ ફ્રી ઝોન જાહેર કરવામાં આવે તેવી રજુઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.

દર 15 દિ’એ ઈમિટેશનના વેપારી, કારીગરનો આપધાત
કોરોના અને બેકારીના કારણે રાજકોટમાં વેપારીઓ અને કારીગરો આર્થિક સંકળામણમાં આવી ગયા છે ધંધા ભાંગી જતા વેપારી અને કારીગરોના આપધાતના બનાવો વધ્યા છે. દર 15 દિવસે એક વેપારી અથવા ઈમિટેશનના કારીગર જીવન ટુંકાવે છે. અત્યાર સુધીમાં ચાર વેપારીઓએ આપધાત કરી લીધા છે જો રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં નહી આવે તો હજુ પરીસ્થિતિ વણસવાની ભીતી વ્યકત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો