રાજકોટમાં પરિણીતાની ધોળે દિવસે હત્યા! ઘરમાં ઘૂસીને 7 મહિનાની સગર્ભાને પૂર્વ પતિએ ધડાધડ ગોળીઓ ધરબી, પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો

રાજકોટમાં બીજા લગ્ન કરનાર પત્નીનું ખૂન કરવા ગોરખપુરથી બંદુક સાથે આવ્યો, રવિ પાર્કમાં બપોરે પતિ-પત્ની જમતા હતા ત્યારે જ ૫ૈસાની ઉઘરાણી કરી માથામાં ગોળી ધરબી દીધી

રાજકોટના રવિ પાર્ક શેરી નંબર ૧૦માં ધોળા દિવસે ફયરીંગ કરી સગર્ભાની હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. રવિ પાર્કમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા સરીતાબેન પંકજભાઈ ચાવડા ઉ.૨૬ બપોરે દોઢેક વાગ્યે તેના પતિ પંકજભાઈ સાથે જમવા બેઠા હતા ત્યારે ગોરખપુર રહેતો પૂર્વ પતિ આકાશ ઘરમાં ઘુસી ગયો હતો અને પૈસા બાબતે ઝઘડો કરી પોઈન્ટ બ્લેન્કથી સગર્ભા સરીતાબેનને ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કંટ્રોલમાં જાણ થતા જ યુનીવર્સીટી પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી, સહિતનો કાફ્લો દોડી ગયો હતો અને આરોપી માધાપર ચોકડી તરફ્ ભાગ્યો હોય તે જે રીક્ષામાં હતો તે રીક્ષા કોર્ડન કરી દબોચી લીધો હતો આ બનાવ અંગે ડીસીપી મનોહરસિહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનનાર સરિતાને હાલ સાતમો મહિનો ચાલતો હતો સરિતા મૂળ યુપીના રાણીગંજની વતની છે.

અગાઉ આકાશના પિતાની સાડીની દુકાનમાં કામ કરતી ત્યારે આકાશ સાથે આંખ મળી જતા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા તે સર્ટીફીકેટ પણ કબજે કર્યું છે. પરંતુ એ વેરીફિકેશન કરવાનું હજુ બાકી છે બાદમાં બંને વચ્ચે મનમેળ નહિ થતા ૨૦૧૯માં બંને છુટ્ટા થઇ ગયા હતા.

સરિતા રાજકોટ આવી ગઈ હતી અને ૨૦૧૯માં પંકજ હરેશભાઈ ચાવડા સાથે સગાઇ કરી ૨૦૨૦માં લગ્ન કર્યા હતા અને બંને સાથે રહેતા હતા આરોપી આકાશ ૩ મહિના પૂર્વે આવ્યો હતો અને પોતે સાડા ત્રણ લાખ રૂપિયા સરિતાને કટકે કટકે આપ્યા હોય તેની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો બાદમાં ગઈકાલે ગોરખપુરથી અમદાવાદ ટ્રેનમાં આવી બસ મારફ્તે રાજકોટ પહોચ્યો હતો પૈસાની ઉઘરાણી અને પત્નીને બીજા લગ્ન કરી લેતા રોષે ભરાયેલા આકાશે પોઈન્ટ બ્લેન્કથી પત્નીને ગોળી ધરબી દીધી હતી પતિ પંકજે પ્રતિકાર કર્યો હતો.

પરંતુ બે ત્રણ મીનીટના ઝઘડામાં જ હત્યા કરી હથીયાર ત્યાં જ મૂકી હત્યારો નાશી છૂટયો હતો પોતે રીક્ષા બાંધીને આવ્યો હતો અને રીક્ષાચાલકને થોડીવારમાં આવું કહી હત્યા નીપજાવી તે જ રીક્ષામાં બેસીને માધાપર તરફ્ ભાગ્યો હતો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ડીસીબી, એસઓજી, યુનીવર્સીટી વગેરે ટીમોએ રીક્ષા નંબર લોકેટ કરી માધાપર પાસે ફરજ ઉપર હાજર નિતેષ બારૈયા નામના કોન્સ્ટેબલે રિક્ષાને કોર્ડન કરી હત્યારાને દબોચી લીધો હતો હત્યાનો નિર્ધાર કરનાર આકાશે ૧૫ દિવસ પૂર્વે ગોરખપુરથી ૫૫૦૦ રૂપિયામાં દેશી તમંચો ખરીદ્યો હતો.

બનાવ અંગે પંકજભાઈ હરેશભાઈ ચાવડાની ફરિયાદ પરથી ગોરખપુરના આકાશ રામાનુજભાઈ મોર્યા સામે પત્ની સરીતાબેનની હત્યા અંગે યુનીવર્સીટી પોલીસ મથકના પીઆઈ એ એસ ચાવડા સહિતના સ્ટાફે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પૂર્વપતિના થેલામાં સાઈનાઈડની ગોળીઓ મળી
આરો૫ીના થેલામાંથી સાઈનાઈડની ગોળીઓ મળી હતી જે અંગે પૂછતાં પોતે હત્યાને અંજામ આપ્યા બાદ પોતે આ ગોળીઓ ખાઈ આપઘાત કરી લેવાનો હોય તેવી કબુલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

આરોપીનો પીછો કરનાર જાગૃત યુવાનોનું સન્માન કરાશે
ફાયરીંગનો અવાજ સાંભળી આરોપીનો પીછો કરનાર કૃણાલ સહીત ચારેય જાગૃત યુવાનો હકીકતે શું બનાવ બન્યો છે તેનાથી અજાણ હતા સંભવિત આરોપી પાસે હથિયાર પણ હોય શકે તેવી ભીતિ હોવા છતાં તેનો પીછો કરી પોલીસની મદદ કરનાર ચારેય યુવાનોનું સન્માન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો