પબ્લિક ધારે તો શું ન કરી શકે, રાજકોટમાં હોમગાર્ડ ના જવાને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE વિડીયો વાયરલ

રાજકોટ શહેરમાં (Rajkot) ફરી એક વખત હોમગાર્ડનો જવાન (Home Guard Jawan) વિવાદમાં (Controversy) સપડાયો છે. ચાલુ વાહને પિચકારી મારતા કાર ચાલક સાથે માથાકૂટ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ફરજ પર હાજર પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્સ સિનેમાથી થોડેક દૂર હોમગાર્ડના જવાનોને ચાલુ વાહને પિચકારી મારતા પિચકારી નજીકમાં આવી રહેલી કાર પણ ઉડી હતી. આ ઘટનામાં હોમ ગાર્ડ જવાન સાથે લોકોની મગજમારીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

જોકે આ વાતને હોમગાર્ડના જવાનોને ગંભીરતાથી ન લેતા તે પોતાની મસ્તીમાં આગળ નીકળી ગયો હતો. બીજી તરફ કાર ચાલકે તેનો પીછો કરી તેને કટારીયા ચોકડી નજીક આંતરી લીધો હતો. તેમજ ચાલુ વાહને પિચકારી મારવાથી મારી કાર બગડી હોવાનું કહ્યું તેમજ કારનો અકસ્માત થતાં રહી ગઈ હોવાનું જણાવી જાહેરમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ત્યારે જાહેરમાં આ પ્રકારની બબાલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કટારિયા ચોકડી પાસે ફરજ પર હાજર રહેલા કેટલાક પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. ત્યારે પોલીસ જવાનોએ મધ્યસ્થી કરતા આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ હોમગાર્ડ જવાન તેમજ કારચાલકો વચ્ચે થયેલ બબાલનો કોઈએ વીડિયો શૂટ કરી લેતા હાલ તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે આગળ પણ બે જેટલા જીઆરડી જવાનો વિવાદમાં સપડાયા હતા. થોડા મહિનાઓ પૂર્વે રાજકોટ ગ્રાધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ (Honey Trap Case) મામલે એક મહિલા ASIની ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી (Husband-Wife) સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે પોલીસે બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તૃષાબેન પટેલ (ASI Trushaben Patel) નામના પોલીસકર્મીની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો