રાજકોટમાં મહિલા પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો: પ્રોફેસરનો પતિ નાઇટ ડ્રેસ પહેરવા બાબતે મારતો હતો ઢોર માર, સાસુ-સસરા આપતા હતા માનસિક ત્રાસ

આપણે એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો બીજી તરફ રાજકોટ (Rajkot) સહિત ગુજરાતભરમા મહિલા પર અત્યાચારની ખબરો અવારનવાર સામે આવતી હોય છે. શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયા પક્ષના લોકો વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ તેમજ દહેજની (dowry) માંગણી કરતા હોવાની ફરિયાદ (police complaint against husband and inlaws) નોંધાવી છે. ત્યારે મહિલાએ (Woman) ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિએ નાઈટ ડ્રેસ નહિ પહેરવાનું કહી માર માર્યો હતો. તો સાથે જ પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતાં ઊલટા ચોર કોટવાલ કો ડાટેની માફક પતિએ સોશીયલ મીડિયામાં પત્નીને બદનામ કરવા પોસ્ટ મૂકી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

શહેરના ભદ્ર સમાજને બદનામ કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં રાજકોટની સરકારી પોલીટેકનિક કોલેજમાં પ્રોફસર તરીકે ફરજ બજાવતી પ્રિયા બલદાણીયાએ પોતાના પતિ આશિષભાઇ ધિરજલાલ બલદાણીયા, સસરા ધિરજલાલ કરશનભાઇ બલદાણીયા, સાસુ જશવંતીબેન ધિરજલાલ બલદાણીયા વિરૂદ્ધ IPC ની કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ ધારા ૩,૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

સરકારી પોલીટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી પ્રિયા બલદાણીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના અઢી માસ બાદ થી તેના પતિ તેમજ સાસુ સસરા સહિતનાઓએ શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નના અઢી મહિના બાદ નાઈટ ડ્રેસ નહિ પહેરવાનું કહી તેના પતિએ તેને ઢોર માર માર્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે જ્યારે પતિ અંગે સાસુ સસરાને ફરિયાદ કરતા સાસુએ જણાવ્યું હતું કે, આપણા ઘરમાં પુરુષોનું ચાલે છે, તે કહે તેમ જ કરવાનું. આમ, કહી મારા સાસુ સસરા મારા પતિને ચડામણી કરતા હતા.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પતિ તેનો પગાર વાપરી નાંખતો હતો. તેમજ જ્યારે તે સગર્ભા હતી ત્યારે પણ તેનો પતિ તેને માર મારતો હતો. વર્ષ 2013માં તેણે જીપીએસસીની પરીક્ષા પાસ કરતા તેને પોલીટેકનિક કોલેજમાં નોકરી મળી હતી. ત્યારે પોતાના પુત્ર સાથે તેઓ રાજકોટ રહેવા આવી ગયા હતાં બાદમાં તેના પતિને પણ મોરબી નોકરી મળતા તે પણ રાજકોટ રહેવા આવી ગયો હતો. જોકે, રાજકોટ રહેવા આવ્યા બાદ પણ પતિ તરફથી શારીરીક માનસીક ત્રાસ આપવાનું શરૂ રાખવામાં આવ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો