રાજકોટમાં સર્જાયા કરૂણાસભર દ્રશ્યો: પાંચ વર્ષ પછી દીકરો માતાને વૃદ્ધાશ્રમમાંથી લાવ્યો પરત, આશ્રમવાસીઓની આંખમાં પણ હર્ષાસુ ઉમટી પડ્યા

સંજોગો વિપરીત હોય ત્યારે સામાં પુરે તરવા જેવી સ્થિતિ હોય છતાં ધીરજ, ધૈર્ય અને હકારાત્મક અભિગમથી નૈયાને પાર કરી શકાય છે. તેનું સચોટ ઉદાહરણ એટલે રાજકોટના કુંવરબા. જેમના પતિનું અચાનક અવસાન થતાં અન્ય કોઇ આધાર ન હોય કુંવરબા વૃદ્ધાશ્રમનો આશ્રય લીધો હતો. અત્યાર સુધી આપણે પરિવાર અથવા તો પુત્ર, પુત્રવધૂ, માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં અલગ અલગ કારણોસર મૂકી આવવાના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે. પરંતુ રાજકોટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. રાજકોના વૃદ્ધાના પતિના મૃત્યુ બાદ પોતાની રીતે જ વૃદ્ધાશ્રમ માં રહેવા ચાલ્યા ગયા હતા.

જ્યારે પોતાના પતિનું મૃત્યુ થયું હતું તે સમયે તેમના પરિવારમાં મિલકતને લઈ સમસ્યાઓ સર્જાઈ હતી. જ્યારે વૃદ્ધાના પતિનું મૃત્યુ થયું હતું ત્યારે, તેમનો પરિવાર એટલે કે પુત્ર સહિતનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. જોકે પતિના મૃત્યુ સમયે મહિલા પાસે પણ પોતાની મિલકત હતી. આ મિલકત પર પરિવારના અને અન્ય લોકો ખૂબ સસ્તા ભાવે ખરીદી કરવા માંગતા હતા પરંતુ વૃધ્ધાએ સમય સાથે તાલ મિલાવી સ્વેચ્છાએ નિર્ણય લીધો અને તેઓ રાજકોટના એક વૃદ્ધાશ્રમમાં પોતાની રીતે જ રહેવા ચાલ્યા ગયા.

વૃદ્ધાશ્રમમાં પાંચેક વર્ષ રહી વૃદ્ધાએ પોતાની મિલકત ઊંચા ભાવે વહેંચી. મિકલતની સારી રકમ આવી તે માતાએ વિપરીત સંજોગોનો સામનો કરી રહેલા દીકરાના કુટુંબને આપી દીધી.

માતા પાસેથી આવેલી રકમથી દીકરાની આર્થિક સ્થિતિ સુધરી ગઈ, અંધારું દૂર થયું. જોકે દીકરાએ આ રકમ માંથી પોતાનું ઘર લીધું. આર્થિક પરિસ્થિતિ સુધરતા પરિવારમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ. દીકરા ની વહુએ દીકરાને કીધું કે, ચાલો બાને લઈ આવીએ. દીકરો, વહુ, પૌત્ર બાને તેડવા વૃદ્ધાશ્રમ આવ્યા. દીકરા અને પરિવારને જોઈ માતાનો આનંદ ન સમાયો, હરખની હેલી થઈ. પરિવાર પણ વાજતે ગાજતે બાને ઘેરે લેવા આવ્યા.

છેલ્લા પાંચ વર્ષ થી બા આશ્રમમાં રહેતા હતા જેથી અન્ય સાથીદારો સાથે સારો ઘરોબો થઈ ગયો હતો અને પરિવારની ભાવના પણ બંધાઈ ગઈ હતી. જ્યારે બાનો પરિવાર તેડવા આવ્યો ત્યારે આશ્રમવાસીઓની આંખમાં પણ હર્ષાસુ ઉમટી પડ્યા હતા. આશ્રમમાંથી રજા લેતા બા એ કહ્યું કે, કપરા કાળમાં આશ્રમે મને તૂટી જતા બચાવી, મારો જુસ્સો ટક્યો. જોકે આનો સાર એજ છે કે દરેક માનવી દરેક પ્રકારના સમય માંથી પસાર થાય જ છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય, ધીરજ અને જુસ્સો કાયમ રાખવો જોઈએ. દુઃખ ના પણ દિવસ પસાર થાય જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો