રાજકોટની પ્રથમ મહિલા પાયલોટે આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું, કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડયો

રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ મેળવનાર કેપ્ટન નિધી બિપીનભાઈ અઢીયાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે પુનાથી દેશના અલગ અલગ શહેરોમાં કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી હતી. ત્યારે રાજકોટની નિધી અઢીયાએ આજે પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો હતો.

નિધી અઢીયાએ રાજકોટનું ગૌરવ તો વધાર્યુ છે સાથોસાથ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યુ છે. નિધીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે. પુનાથી હૈદરાબાદ કોરોના વેક્સિન લઇને આવી હતી. પિતા તરીકે અમને ગૌરવ છે, નિધી અમારૂ રતન છે. દેશમાં માહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વેક્સિન હૈદરાબાદ પહોંચાડી તે વાતનું અમને ગૌરવ છે.

દેશમાં કોરોનાની વેકસીન પહોંચાડવાની પ્રથમ ફ્લાઇટ લઈને જનાર કેપ્ટન નિધીએ જણાવ્યું હતું કે, સારા કાર્યમાં સારું જ ફિલ થાય છે. અમારી કંપની સારું કામ કરે છે તેના થકી અમે પણ કરીએ છીએ. અમને પહેલાથી એવું ડિક્લેર નહોતું કર્યું. હું ગઈ ત્યારે મને આવો કોઈ ખ્યાલ જ નહોતો. અમને તો જસ્ટ એટલી જ માહિતી મળે કે, તમારો ડિપાર્ચર ટાઈમ શુ છે અને ક્યાં જવાનું છે. અંદર શુ લઇ જવાનું છે તે અમને ખબર જ ન હોય. અંદર પહોંચ્યા બાદ ડોક્યુમેન્ટ જોયા પછી ખ્યાલ આવ્યો કે વેકસીન છે. જેને લઈને ખુશી છે કે, હવે લોકોને વેકસીન મળવા લાગશે. અને મોટી રાહત પણ થશે. આ માટેની ફર્સ્ટ ફ્લાઇટ મારા થકી થઈ તે ખરેખર ગૌરવની વાત છે. આ માટે હું કંપની, માતા-પિતા અને ભગવાનની આભારી છું.

નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયાની દીકરી છે. બિપીનભાઈ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમજ તેમના ધર્મપત્ની માલતીબેન અઢીયા કે જેઓ કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. બે સંતાનોમાં પુત્રી નિધિ અને પુત્ર મિથિલેશ છે. અઢીયા દંપતીના બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતાં જ હવે કારકિર્દીમાં પણ ઠરી ઠામ થઈને બતાવ્યું છે. નિધીના માતા માલતીબેન અઢીયા જણાવ્યું હતું કે, નિધી પહેલા પેસેન્જર પ્લેન ચલાવતી હતી. આજે દિલ્હીથી કાર્ગો પ્લેન લઇને પુના ગઇ હતી. પુનાથી વેક્સિનનો જથ્થો લઇ હૈદરાબાદ પહોંચી હતી. ભારતમાં જ બનેલી કોરોના વેક્સિનનો જથ્થો હૈદરાબાદ પહોંચાડી ગૌરવ વધાર્યુ છે.

નિધીએ એચ.એસ.સી સુધી એસએનકે સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે. આજથી એક દાયકા કરતાં વધારે સમય પહેલાં જ્યારે મહિલા પાયલોટ બનવાનો વિચાર પણ દીકરીઓ ન કરતી એ વખતે મમ્મી માલતીબેનની પ્રેરણા અને પોતાની મહેનત થકી તે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ બની હતી. અભ્યાસમાં હંમેશા તે ડિસ્ટિંકશન માર્ક્સ મેળવતી આવી છે. ધોરણ 12 પછી તેણે બરોડા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથોસાથ બરોડા ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. આ અભ્યાસ દરમિયાનમાં અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ થતી હોય 2003-04માં પોતાના પ્રથમ શોખને પૂર્ણ કરવા માટે બીએસસીનો અભ્યાસ અધૂરો છોડવો પડયો હતો.

અમદાવાદના પ્રસિદ્ધ એવિએશન એન્ડ એરોનેટ્સ લિ. ફ્લાઈંગ ક્લબમાં પાયલોટ તરીકેની ટ્રેનિંગની શરૂઆત કરનાર નિધિએ 200 કલાક અને 4 મિનિટની પૂર્ણ કરી હતી. આ ઉપરાંત પિતા બીપીન ભાઈની સાથે ઓક્ટોબર 2007માં અમદાવાદ-રાજકોટ, રાજકોટ-બરોડા, બરોડા-અમદાવાદ, અમદાવાદ-મહેસાણા અને મહેસાણા અમદાવાદની 300 નોટિકલ ચેકનું સૌથી લાંબુ 3000 ફૂટ ઊંચું ઉડ્ડયન તેણે કર્યુ હતું.

નિધિને ભણતર સિવાય ઈતર પ્રવૃત્તિમાં પણ ખૂબ જ રસ છે. કથ્થકમાં વિષારદની તાલીમ મેળવી છે તો દાંડિયારાસમાં પ્રિન્સેસ રહી ચૂકી છે, એન્કરિંગની આવડત તો તેના લોહીમાં જ છે, પાયલોટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રસોઈ બનાવતા પણ શીખી ગઈ હતી. નાનપણમાં તેના પર શિક્ષકોનો ખૂબ જ પ્રભાવ રહ્યો હોય તેને શિક્ષક બનવાની ઈચ્છા હતી. પરંતુ સાહસિકતાનો સ્વભાવ હોય મોટી થયા બાદ તેણે પાયલોટ બનવાનો નિર્ણય કર્યો હતો.

નિધિના માતા માલતીબેને જણાવ્યું હતું કે, મંગળવારે નિધિ સાથે વાત થઇ, મને કહ્યું કે મમ્મી આજે હું વેક્સિન લઈને જઈ રહી છું. વેક્સિન લઇને જવાનું થયું તેનાથી તે ખૂબ ખુશ હતી. અને વેક્સિન લઇ જવાનો મોકો મળ્યો તેના માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો હતો.

કથકમાં વિશારદની તાલીમ મેળવી છે તો દાંડિયારાસમાં પ્રિન્સેસ રહી ચૂકી છે, એન્કરિંગની આવડત તો તેના લોહીમાં જ છે, પાઇલટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રસોઈ બનાવતા પણ શીખી ગઈ હતી, નાનપણમાં તેને શિક્ષક બનવાની ઈચ્છા હતી, પરંતુ સાહસિકતાનો સ્વભાવ હોય મોટી થયા બાદ તેણે પાઇલટ બનવાનો નિર્ણય કર્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો