રાજકોટમાં PSIના હાથે મોતને ભેટેલા યુવકની પત્નીનું આક્રંદ, ‘મારા પેટમાં ઉછરી રહેલા બાળકનું શું થશે?

બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા તૈયાર નહોતો. કરૂણતા એ છે કે, હિમાંશુની પત્ની ઇશાબેનને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. સગર્ભા પત્ની પતિની હત્યા થઇ છે તેવી બૂમો પાડી હતી. ઇશાબેને જણાવ્યું હતું કે, પીએસઆઇ ચાવડાને ગમે ત્યાંથી લઇ આવો તે મારી સામે જોઇએ. રાજકોટના પોલીસ કમિશનર મારી સામે જોઇએ. જ્યારે બહેને પોલીસ સમક્ષ ખોળો પાથરી ભાઇની ભીખ માંગી હતી.

પીએમ રૂમ પર પરિવારજનોના ધરણાં

સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટી પડ્યા હતાઅને મહિલાઓ આક્રંદ કર્યું હતું. પત્નીએ એક જ જીદ પકડી હતીકે ચાવડાને ગમે ત્યાંથી લઇ આવો મારી સામે જોઇએ. હિમાંશુની બહેન ચોધાર આંસુએ રડી હતી અને કહ્યું હતુંકે મારો ભાઇ જતો રહ્યો, બધાને બહેનો હોય છે. તમારે પણ ભાઇ હશે. જેનો ભાઇ જાયને તેને ખબર હોય છે. આજે મારો ભાઇ ગયો છે. મારા મા-બાપનું કોણ. મારો ભાઇ પરિવારનો આધારસ્તંભ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો