રાજકોટમાં નકલી પોલીસથી સાવધાન! ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાંદીના વેપારી પાસેથી રૂ. 75,000 પડાવી લીધા

રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની (police) ઓળખથી દાગીના (Gold Jewelry) લઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરીથી આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) ચાંદીના એક યુવાન વેપારીને (Silver trader) નકલી પોલીસ (fake police) બની બેઠેલા ત્રણ જેટલા શકશો એ રૂપિયા પડાવ્યા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે નકલી કોન્સ્ટેબલની (fake police consteble) ધરપકડ કરી છે જ્યારે નકલી પીએસઆઇની (fake PSI) શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વેપારીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ 10 જૂનના રોજ વેપારી દૂકાન થી ઘરે જમવા માટે નીકળ્યા ત્યારે બપોરે લાખાજીરાજ રોડ પર પહોંચતા તેનું ટુવ્હીલર બંધ પડી ગયું હતું. જે રિપેર કરાવવા ગેરેજ શોધવા વાહન દોરીને જતાં હતાં ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતાં અને હાઇટ-બોડી ધરાવતાં શખ્સે પોતે પીએસઆઇ છે.

સાથેના બીજા બે પોતાના માણસો છે તેમ કહી તું આ બાજુ છોકરીઓ સાથે ખરાબ કામ કરવા આવ્યો હતો, હવે તને પુરી દેવાનો છે તેમ કહી ધમકાવતાં વેપારી ડરી ગયો હતો જેનો લાભ લઈને જો ફરિયાદ ન કરવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહેતાં વેપારીએ આ શખ્સોને ઘરે લઇ જઇ રૂપિયા 5000 આપ્યા હતાં.

પૈસાની લાલચ જોઈ ગયેલા નકલી પોલીસે થોડા દિવસ બાદ વેપારીના ઘરે જઈને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી કટકે કટકે વધુ રૂપિયાની માંગણી કરી હતી અને 75000 રૂપિયા પડાવી લીધા હતા.

જોકે આખરે એક દિવસ ફરીથી બે શખ્સ આવ્યા હતાં અને હવે ૫ લાખ આપવા પડશે તેમ કહેતાં વેપારી ઉપરના રૂમમાં પૂજાપાઠ કરવા જાય છે, તમે બેસો તેમ કહી બે શખ્સને નીચે બેસાડી રાખી ઉપરના રૂમમાં જઇ પોલીસને ફોન કરતાં પોલીસ પહોંચી હતી અને બંનેને પકડ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો