રાજકોટમાં 10 ચોપડી પાસ ‘બદમાશ’ બની બેઠો હતો ડૉક્ટર, એક-બે નહીં પણ ત્રીજીવાર ઝડપાયો છતાં ન સુધર્યો

રાજકોટ શહેરમાં (Rajkot) અવાર-નવાર ડીગ્રી વગરના ડોકટરો લોકોની જિંદગી સાથે ચેડા કરતાં ઝડપાય છે. કોઇ આઠ-દસ ચોપડી માંડ પાસ હોય છે પણ કમ્પાઉન્ડરના અનુભવને આધારે દાકતરી કરવા માંડતા હોય છે. ફરી એક વખત નકલી ડોકટર આજીડેમ પોલીસને ઝપટે ચડ્યો છે. આજીડેમ ચોકડી પાસેના દરોડો પાડી પોલીસે સંજય રસિકભાઇ સોમપુરાને (Fake Doctor caught) ઝડપી લીધો છે. સવા બે વર્ષ પહેલા પણ આજીડેમ વિસ્તારમાં કિલનીક ચલાવતાં તે પકડાયો હતો. બીજી વખતે ગયા વર્ષે નવેમ્બર માસમાં એસઓજીએ તેને શ્રીરામ પાર્કમાંથી જ પકડ્યો હતો. આમ નકલી ડોકટર બની દાકતરી કરતાં પકડાઇ જવામાં તેણે હેટ્રિક કરી છે.

કલ્પના કરો કે 10 ધોરણ ભણેલો માણસ કોઈ વ્યક્તિે દવા લખી આપતો હશે ત્યારે આ દર્દીઓના કેવા હાલ થતા હશે. કોરોના સંક્રમણકાળમાં સામાન્ય લક્ષણો ધરાવતા લોકો પમ આવા ‘ઢોર ડૉક્ટર’ના હાથ કતલ થઈ શકે છે. જોકે, પોલીસના હાથ ત્રણ ત્રણ વાર ચડ્યો છતા આ તબીબ સુધર્યો નહીં

સંજય સોમપુરાએ અગાઉ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ લીધો હતો અને બાદમાં એટલે કે સવા બે વર્ષ પહેલા દવાખાનુ ખોલી કમાણી ચાલુ કરી દીધી હતી. તે વખતે આજીડેમ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. એ પછી ગત તા.7મી નવેમ્બરના 2020નાં રોજ એસઓજીએ આજીડેમ ચોકડી શ્રી રામ પાર્ક-1માં દરોડ પાડી તેને બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં પકડી લેવાયો હતો. તે વખતે કિલનીક પર દવાખાનુ-ડો. બી.વી. કક્કડ એવું લખાણ જોવા મળ્યું હતું.

આ આયુર્વેદિક ડોકટરની ડિગ્રીના નંબર પણ બોર્ડમાં હતાં. પોલીસ અંદર પહોંચી તો 8/10ની જગ્યામાં એક શખ્સ ખુરશી પર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડીને બેઠેલો જોવા મળ્યો હતો. અંદર દર્દીઓને સુવડાવવાનું ટેબલ હતું. તેમજ બીપી માપવાનું મશીન, ઇન્જેકશન, એલોપેથી દવાઓનો જથ્થો સહિતના મેડિકલના સાધનો હતાં.

એસઓજીના ગુનામાં જામીન પર છુટ્યા બાદ સુધરી જઇ કંઇક બીજો કામધંધો કરવાને બદલે સંજય સોમપુરા ફરીથી પોતે એસઓજીના હાથે જ્યાંથી ઝડપાયો હતો ત્યાં જ એટલે કે શ્રીરામ પાર્ક-1ના કલિનીકમાં ફરીથી કેટલાક સમયથી બેસી ગયો હતો અને તબીબી પ્રેક્ટિસ કરવા માંડ્યો હતો.

આજીડેમના પોલીસને પાક્કી બાતમી મળી હતી કે શ્રીરામ પાર્ક-૧માં સંજય સોમપુરા કોઇપણ જાતની ડિગ્રી વગર કલીનીક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરે છે. ત્યાં જઇ તપાસ કરતાં ડો. બી. વી. કક્કડના બોર્ડવાળા કલીનીક અંદર સંજય સોમપુરા ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બેઠેલો જોવા મળ્યો હતો. તેને ટીમે પોલીસ તરીકેને ઓળખ આપી હતી અને ડીગ્રી બાબતે પુછતાં પોતાની પાસે કોઇપણ જાતની ડીગ્રી નહિ હોવાનું અને માત્ર 10 ચોપડી ભણ્યો હોવાનું કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો