રાજકોટના ડોક્ટરનું છલકાયું દર્દ, ‘અમને પણ પરિવાર ઘરમાં પૂરાઈ રહેવા કહે છે, પણ અમે તમારા માટે લડીએ છીએ’ ‘અમારી સામે શંકાની નજરે ન જુઓ, તિરસ્કાર ન કરો, ઘર ખાલી કરાવવા ન કહો’

ગુજરાતમાં ચારે બાજુ હાલ કોરોનાની દહેશત જોવા મળી છે. કોરોના પગલે ક્લોઝડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં ઠેર-ઠેર સોસાયટીઓમાં પણ તાળાબંધી કરી દેવામાં આવી છે. અને લોકોને બહાર જવા દેવામાં આવતાં નથી. પણ આ વચ્ચે મેડિકલ સ્ટાફ કે જે કોરોના સામે જંગ લડી રહ્યો છે તેમને હેરાનગતિ શરૂ થઈ ગઈ છે. તેવામાં રાજકોટના એક ડોક્ટરે સોશિયલ મીડિયાામાં વીડિયો શેર કરીને પોતાનું દર્દ ઠાલવ્યું હતું.

રાજકોટના ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર અને IMA રાજકોટના સેક્રેટરી ડો. તેજસ કરમટાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓએ જણાવ્યું કે, અમે રોજેરોજ અસંખ્ય દર્દીઓનું સ્કેનિંગ કરવાનું જોખમી કામ કરીએ છીએ. અમને પણ ઘરના કહે છે કે, 20 દિવસ ઘરમાં પૂરાઇને રહો ને. પરંતુ અમે બોર્ડર અંદરના સૈનિક છીએ. અમે ઘરની બહાર નીકળીએ તો અમારી પત્ની-બાળકો-ભાઈઓ બધા અમને પૂછે છે કે તમે સેનિટાઈઝરથી હાથ ધોયા, ગ્લવ્ઝ પહેર્યાં, શું લેવા હોસ્પિટલ જાઓ છો… ભગવાને ઘણું દીધું છે… હોસ્પિટલ જવાની ક્યાં જરૂર છે… ઘરમાં પૂરાઈ રહો. આમ છતાં અમે એક સૈનિકની જેમ સમાજની સેવામાં લાગી જઈએ છીએ, કોના માટે – સમાજ માટે, તમારા માટે અમે લડીએ છીએ, તમને નમ્ર વિનંતી કે પેરામેડિકલ મેડિકલ અને ડોક્ટરો, સરકારી મશીનરી જે કોવિડ સામેની લડાઈમાં બધું સમર્પિત કરે છે, સમય આપે છે, એવા એરિયામાં જાય છે. આ સાથે તેઓએ કહ્યું કે, દર્દીઓની સેવા કરતા તબીબો-પેરામેડિકલ સ્ટાફનો તિરસ્કાર ન કરવા, ઘર ખાલી ન કરાવવા સોસાયટીના લોકોને અપીલ કરું છું.

આ ઉપરાંત ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પણ મેડિકલ સ્ટાફની સાથે આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને તેઓએ કહ્યું કે, મેડિકલ સ્ટાફની હેરાનગતિ ચલાવી નહીં લેવાય. અને મેડિકલ સ્ટાફને હેરાન લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો