રાજકોટમાં ખાનગી સ્કૂલોની માનવતા મરી પરવરી, લૉકડાઉનમાં વાલીઓને ફી ભરી જવા આદેશ કર્યો

રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલ (Private School Management) સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન (Coronavirus Lockdown) વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓ (Students)ના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી દીધા છે. આ માલે જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer)એ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. મોદી સ્કૂલે વાલીઓને ફોન કરીને ફી ભરવાની સૂચના આપી હતી. રાજ્ય સરકારના જાહેરનામ પ્રમાણે હાલ સ્કૂલો ફી ન ઉઘરાવી શકે. એક તરફ ધંધા અને રોજગાર બંધે છે, તેમાં પણ અમુક ગરીબ લોકોને તો ખાવાના પણ ફાંફાં છે ત્યારે સ્કૂલોએ વાલીઓને ફી ભરવા માટે કહેતા સંચાલકો વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાલીઓને ફી ભરી જવા કહેવાયું

છેલ્લા 45 દિવસ કરતા વધુ સમયથી કોરોનાની મહામારીના કારણે વેપાર-ધંધા અને નોકરી બંધ છે. અનેક લોકોના પગાર નથી થયા. આવા સમયે સ્કૂલના સંચાલકોએ ફીની ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે શહેરની પ્રસિદ્ધ એસએનકે સ્કૂલ અને મોદી સ્કૂલે ફી ભરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓને સૂચના આપી છે. જે બાદમાં આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.

સ્કૂલને શો-કોઝ નોટિસ પાઠવી

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી આસ.એસ. ઉપાધ્યાય તરફથી મોદી સ્કૂલને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં કહેવાયું છે કે લૉકડાઉન દરમિયાન વાલીઓને સ્કૂલે બોલાવી શકાતા નથી. એટલું જ નહીં ત્રણ મહિના સુધી ફી પણ ન લેવાનો સરકાર તરફથી આદેશ કરાયો છે. આ મામલે સ્કૂલ તરફથી યોગ્ય ખુલાસો માંગવામાં આવ્યો છે. નોટિસમાં એવું પણ કહેવાયું છે કે જો સાત દિવસમાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો આ અંગે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો