રાજકોટમાં માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો વિડિયો વાયરલ, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં (Dream city) સોસાયટીના પ્રમુખ નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલા (Dhanraj bedla) નામનો શખ્સ છરી (Knife) સાથે ધસી આવી લુખ્ખાગીરી કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં (CCTV) કેદ થવા પણ પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી ડ્રીમ સીટી નામની સોસાયટીમાં સોસાયટીના પ્રમુખ કે બિલ્ડિંગમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલા નામના શખ્સને નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલિયે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં અમિતભાઈ એ જણાવ્યું છે કે, ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલાને તેઓ અવારનવાર સોસાયટીના નિયમોનું પાલન કરવા બાબતે જણાવતા હતા.

જે બાબતે ધનરાજ બેડલાને સારું ન લાગતાં તે ફોન પર અવારનવાર ગાળો આપતો હતો. દરમિયાન બે દિવસ પૂર્વે તેઓ બિલ્ડિંગમાં રહેતા ભાવેશભાઈ સજદે મિલનભાઈ અને રાકેશભાઈ બિલ્ડિંગમાં હતા તે સમયે ધનરાજ બેડલા તેમની પાસે આવ્યો હતો અને છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર બનાવ અંગે સોસાયટીના રહેવાસીઓ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત રજૂઆત પણ કરી છે. જેમાં ધનરાજ બેડલા અવારનવાર સોસાયટીના લોકોને હેરાન-પરેશાન કરી ધમકી તેમજ બિલ્ડિંગના સિક્યુરિટી મેને પણ ગાળો આપી નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ત્યારે બીજી તરફ સોસાયટીના રહેવાસીઓ તરફથી મળેલ લેખિત ફરિયાદના આધારે પોલીસે પણ આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. જોકે સોસાયટીના રહેવાસીઓ નું માન્ય લુખ્ખાગીરી કરનારા સનાદર એક વાહનમાં પોલીસની પ્લેટ લગાવી છે. ત્યારે આરોપી ધનરાજ બેડલા ઉપર પોલીસની કોઈ રહેમ દ્રષ્ટિ છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો