રાજકોટમાં તરછોડાયેલી હાલતમાં મળી આવેલ નવજાત બાળકી વીશે પોલીસ કમિશનરે કહ્યું, પોલીસ આ માસૂમને મા બનીને સાચવશે

રાજકોટમાં બુધવારના રોજ તરછોડાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના શરીર પર 20 જેટલા તીક્ષ્ણ હથિયાના ઘા જોવા મળ્યા હતા. હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આ બાળકીને કોઈ સાચવવા તૈયાર નહીં થાય તો પોલીસ આ માસુમની મા બનીને સાચવશે.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સવારે તરછોડાયેલી દીકરીના સમાચાર વાંચીને હૃદય બે ઘડી ધબકારા ભૂલી ગયું હતું. આ ફૂલે હજુ તો આંખ પણ ખોલી નથી તો તેની સાથે આવી દુશ્મની કોને રાખી હશે? આ ફૂલ પર આવા પ્રહારો થયા ત્યારે કેવું દુખ થયું હશે? આ વિચાર મનમાંથી જવાનું નામ નથી લેતો. જોગાનું જોગ કે, બુધવારે દીકરી તરછોડાયેલી મળી ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં અંબા માતાના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. તેથી અમે માનીએ છીએ કે, આ દીકરી અંબા માતાના સ્વરૂપ રૂપે પ્રકટ થઇ છે. તેથી તેનું નામ અમે અંબે રાખવાનું નક્કી કર્યું છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજે તો દીકરી જ માતા-પિતાની સાચી સાથી છે. ત્યારે આ ઘટનામાં કોણે ક્યા કારણોસર દીકરીને તરછોડી છે તે અમે શોધી કાઢીશું. અમે ડૉક્ટરો સાથે વાતચીત કરી છે. ભવિષ્યમાં આ બાળકીને કોઈ સાચવવા તૈયાર નહીં થાય તો પોલીસ આ માસુમની મા બનીને સાચવશે.

ઉલ્લેખનીય છે કે, બાળકીની હાલત હજુ પણ નાજુક હોવાનું ડૉક્ટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા બાળકીને તરછોડી જનાર સામે ગુનોનોંધીને કર્યવાહી કરવામાં આવી રહી છે. જે જગ્યા પરથી બાળકી મળી હતી તે જગ્યા પર ડોગ સ્કવોર્ડની પણ મદદથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકીને તરછોડી જનારને શોધવા માટે પોલીસે ચાર ટીમો બનાવી છે અને આ બાળકીને દત્તક લેવાની પાંચ જેટલા પારિવારોઓએ ઈચ્છા વ્યક્ત કરી છે. પોલીસ દ્વારા તપાસ કરવા માટે FSLની મદદ માંગવામાં આવી રહી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં કોઠારિયા ચોકડી પાસે આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતો એક યુવક 26 ફેબ્રુઆરી બુધવારના રોજ તેના મિત્રોની સાથે ક્રિકેટ રમવા માટે ઠેબચડા ગામની સીમમાં આવેલા મેદાનમાં ગયો હતો. યુવક તેના મિત્રોની સાથે ક્રિકેટ રમીને રાત્રે 11 વાગ્યે ઘરે આવતો હતો ત્યારે ઠેબચડા રસ્તા પર યુવકને એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. તેથી યુવકે આસપાસના વિસ્તારમાં તપાસ કરતા એક કુતરું બાળકીને મોમાં લઇને દોડી રહ્યું હતું અને તે કુતરાની પાછળ અન્ય બે કુતરાઓ પણ દોડી રહ્યા હતા. એટલે યુવકે મિત્રોની સાથે મળીને બાળકીને છોડવા માટે કુતરાઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. કુતરાઓ પોતાનો જીવ બચાવવા માટે બાળકીને રસ્તા પર છોડીને જતા રહ્યા હતા.

યુવકે બાળકીને ઉપાડીને જોયું તો તેના શરીર પર 15થી 20 જેટલા ઈજાઓના નિશાન મળી આવ્યા હતા. તેથી યુવકના મિત્રોએ 108ને ફોન કરીને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો