રાજકોટ સિવિલમાં બની ધૃણાસ્પદ ઘટના: સિવિલના કોરોના વોર્ડમાં રાત્રે વૃદ્ધા દર્દી પર એટેન્ડન્ટે દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયાનું સારવારમાં જાણવા મળતા તેમને આજે પરોઢિયે કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે હિતેષ ઝાલા નામના એટેન્ડન્ટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોર્ડમાં દાખલ અન્ય દર્દી અને ફરજ પર હાજર કર્મીઓના નિવેદન લેવાશે. હિતેષ ઝાલાએ વોર્ડની લાઇટ બંધ કરી દુષ્કર્મ આચર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. વૃદ્ધા અને તેના પરિવારજનોની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે.

વૃદ્ધાની તબિયત સારી ન હોવાથી પ્રતિકાર ન કરી શક્યાં

ત્યાર બાદ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. વૃદ્ધાને જે વોર્ડમાં દાખલ કરાયા હતા ત્યાંનો એટેન્ડન્ટ તેમની પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કરી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. થોડીવાર બાદ તે એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં હતપ્રભ થઇ ગયેલા વૃદ્ધાના પરિવારજનોએ સંપર્ક કરતા વૃદ્ધાએ તમે બધા જલ્દી હોસ્પિટલ આવી જાવ તેમ કહ્યું હતું.

વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી વિગતો મેળવાઈ

જેથી વૃદ્ધાના પરિવારજનો હોસ્પિટલ દોડી આવતા વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાની વાત કરતા પરિવારજનોએ દેકારો મચાવ્યો હતો. જેને પગલે ત્યાં હાજર હોસ્પિટલ કર્મચારીઓ, અધિકારીઓ તુરંત દોડી ગયા હતા. ઘટનાને પગલે 181ની ટીમ પણ હોસ્પિટલ દોડી આવી અને વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી વિગતો મેળવી હતી. પોલીસ અધિકારીએ પણ વૃદ્ધા સાથે વાતચીત કરતા તેમણે પોતાની સાથે અજુગતું થયું છે અને તે શખ્સ સામે આવે તો પોતે ઓળખી બતાવી આપશેનું જણાવ્યું હતું.

જેથી પોલીસે તે વોર્ડમાં જેટલા ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓની યાદી મેળવી હતી. બનાવ સમયે તે વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે હિતેશ ઝાલા નામનો કર્મચારી ફરજ પર હતો. અંતે વૃદ્ધાના આક્ષેપ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.

પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ જણાવ્યું કે, સારવારમાં આવેલા વૃદ્ધાએ કરેલા આક્ષેપની પ્રાથમિક તપાસ બાદ અંતે વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા હિતેષ ઝાલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. ફરિયાદ બાદ શુક્રવારે હોસ્પિટલના જે વોર્ડમાં ઘટના બની છે. તે વોર્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ સારવાર લઇ રહેલા દર્દીઓની પૂછપરછ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો