લ્યો બોલો, રાજકોટમાં કારને પણ હેલ્મેટ ન પહેરવાનો દંડ અને હેલ્મેટ વગર સ્કૂટરની બાજુમાં ઉભા રહેનારને ઇ મેમો

આઇ વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ મેમો દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો આવ્યો છે. જેમાં 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ એક્ટિવાની બાજુમાં ચાલક ઉભો છે અને તેને પણ હેલ્મેટ ન પહેર્યાનો ઇ મેમો દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બાઇક પર બેઠા હોય તો બરાબર છે પરંતુ હવે તો બાઇકની બાજુમાં પણ હેલ્મેટ પહેરીને ઉભું રહેવું પડશે તેવું આ ઇ મેમો દ્વારા સાબિત થઇ રહ્યું છે.

સીસીટીવી મારફત ઇ મેમો ફટકારવામાં આવ્યો

કોઠારીયા રણુજામાતા મંદિર પાસે રહેતા અશ્વિન વાલજીભાઇ સોહલીયા પોતાના સ્કૂટર પાસે ઉભા હતા અને હેલ્મેટ પહેર્યું નહોતું. જે સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસ તંત્ર દ્વારા તેને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો ફટકારી 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે પ્રહલાદ પ્લોટમાં રહેતા કારચાલક રાજેશ ઝીંઝુવાડીયાને પણ હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો