રાજકોટના ઉદ્યોગપતિએ પુઠ્ઠાના બોક્સમાંથી બેડ, ટિપોઇ, પાર્ટિશન બનાવ્યા અને વિનામૂલ્યે સરકારને આપ્યા

રાજકોટે કોરોના સામેના જંગમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. અનંત નેશનલ યુનિ.ના પ્રોફેસરે ડિઝાઇન કરેલા પુઠ્ઠાના બેડ રાજકોટની ફેક્ટરીમાં બની રહ્યા છે અને તે સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે. રાજકોટના પ્રો.ધવલ મોનાણી અનંત નેશનલ ડિઝાઇન યુનિ.માં એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના વડા છે. પ્રો.મોનાણીએ જણાવ્યું કે, ડિઝાઇન તૈયાર થયા બાદ શાપરમાં આવેલી વનગાર્ડ ડિઝાઇન સ્ટુડીઓએ તે મુજબ બોક્સ તૈયાર કર્યા અને બેડ તૈયાર થયો. આ જ પ્રકારે ટિપોઇ અને બે બેડ વચ્ચે આડશ મૂકવા પાર્ટિશન પણ પુઠ્ઠાનું બનાવ્યું છે. મુંબઇમાં 100 બેડ અને 600 બેડ ડોંગરી, સેન્ટ જેવિર્યસ, એમપી મિલ્સ કમ્પાઉન્ડમાં મોકલ્યા છે. દિલ્હીની ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 1200 બેડ મોકલ્યા છે. લોખંડના પલંગ પાછળ રૂ.7000-8000નો ખર્ચ થાય છે, પુઠ્ઠાનો બેડ રૂ.900થી 1000માં તૈયાર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજકોટમાં કોમ્યુનિટી હોલ માટે 75 બેડ તૈયાર

કોવિડ -19 સેન્ટર તરીકે જાહેર થયેલા મોરબી રોડ પરના કોમ્યુનિટી હોલમાં પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટે અમદાવાદની અનંત નેશનલ યુનિ.ની મદદથી પુઠ્ઠાના 75 બેડ તૈયાર કરી ફિટ કર્યા છે. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના ઉત્કર્ષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોગેટેડ બોક્સમાંથી આ બેડ બનાવ્યા છે જે છ માસ સુધી ઉપયોગ કરી શકાય છે.

ડિસઇન્ફેક્ટ થઇ શકે તે માટે પુઠ્ઠાને કરાય છે પ્લાસ્ટિક કોટેડ

બેડ ડિઝાઇન કર્યા ત્યારે પ્રથમ વિચાર આવ્યો કે તે બેડ ડિસઇન્ફેક્ટ થઇ શકે તેવા બનાવવા જોઇએ, પરંતુ પુઠ્ઠુ હોવાથી જો તેના પર ડિસઇન્ફેક્ટ સ્પ્રે કરવામાં આવે તો નુકસાની થાય અને પુઠ્ઠુ તૂટી જવાનો ડર રહે. તેથી પુઠ્ઠાને પ્લાસ્ટિક કોટેડ બનાવ્યા છે. જેના પગલે ડિસઇન્ફેક્ટ કર્યા બાદ પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

પીએમઓને કોવિડ સેન્ટર ઊભા કરવા પત્ર લખ્યો’તો

અનંત નેશનલ યુનિ.ના પ્રો.ધવલ મોનાણીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાનો પ્રવેશ થયાના થોડા દિવસો બાદ અમે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો હતો. જેમાં કોરોનાના કેસ વધે તો સારવાર માટે કોમ્યુનિટી હોલ, આવાસ યોજના સહિતનમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા મોડલ તૈયાર કરી મોકલ્યું હતું અને આજે તેનો અમલ થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો