રાજકોટના બિલ્ડરે ગોંડલના બાલાશ્રમની સાત બાળાઓને કરિયાવરમાં આપ્યા 100 વારના પ્લોટ

ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં પનાહ લઈ રહેલ સાત બાળાઓના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાળાઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે શહેર તેમજ પંથકના લોકો માંડવીયા અને મામેરીયાત બની કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બિલ્ડર દ્વારા બાળાઓને 100 વારના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે.

તૈયારીઓને આખરી ઓપ

બાલાશ્રમની સાત બાળાઓના લગ્ન પ્રસંગને લઈ શહેરમાં હરખની હેલી પ્રસરી છે ત્યારે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલ, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયાની આગેવાનીમાં લગ્નોત્સવ ને ઉજવવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ ના બિલ્ડર એન કે લુણાગરિયા, પ્રકાશભાઈ જૈન દ્વારા કુવાડવા પાસે હીરાસર નજીક નવા બની રહેલ એરપોર્ટ પાસે સાતેય દીકરીઓ ને 100 વારના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે.

1 પ્લોટની કિંમત 3 લાખ જેટલી

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના દેરડીકુંભાજી ગામે રહેતા અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા યુવાન ચિરાગ ગોળ દ્વારા થોડા દિવસ પહેલા બલાશ્રમની દીકરીઓના લગ્ન પ્રસંગને લઈ વોટ્સઅપમાં મેસેજ કરવામાં આવ્યો હતો જેના થકી રાજકોટના બિલ્ડરોએ સંપર્ક કર્યો હતો અને સાતેય બાળાઓને કરિયાવરમાં 100 વારના પ્લોટ ની ભેટ મળવા પામી હતી. એક પ્લોટની આશરે કિંમત હાલ ત્રણ લાખ જેવી ગણાય છે તેવું સૂત્રો એ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો