રાજકોટમાં કોરોના મહામારીમાં ખુબ જ જરૂરી એવા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્શોની ધરપકડ

કોરોના મહામારી દરમિયાન આખી દુનિયાના લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને અને લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઠગ લોકો એવા પણ છે જેમણે આ મહામારીમાં પણ રૂપિયા કમાવવાની હાટડીઓ ખોલી નાંખી છે. કોરોનાથી રક્ષણ આપતા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી હોવાની ઘણી ફરિયાદો બાદ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી ઇન્જેક્શનની કાળાબજારી કરતા લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા બહેને રેમડીસીવીર ઇન્જેક્શનનું બ્લેકમાં વેચાણ કરવાની માહિતી પોલીસને આપી હતી અને પોલીસે આ માહિતીના આધારે છટકું ગોઠવી સમગ્ર કાળા બજારનો પર્દાફાશ કર્યો છે.

પોલીસને મળેલી માહિતીને આધારે છટકું ગોઠવ્યું હતું જેમાં દેવયાનીબેન જેઓ રેમડીસીવીરની વ્યવસ્થા કરી આપતા હોવાનું અને તેના બદલામાં ઇન્જેક્શનની મૂળકિંમતથી ખૂબ જ વધારે કિંમત મેળવતા હોવાની માહિતી આપવામાં આવી હતી.

દેવયાનીબેન ચાવડા જેઓ શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરે છે અને તેમની સાથે તેનો ફિયાન્સ વિશાલ ગોહેલ રેમડીસીવીર ઇન્જેક્શન આપવા આવ્યા હતા. પોલીસે આ બે લોકો સાથે સહિત કુલ 5 લોકોની અટકાયત કરી છે.

ક્રાઈમ બ્રાંચ પાસેથી માહિતી અનુસાર આ લોકો કોરોના દર્દીની જરૂરીયાતનો ગેરલાભ ઉઠાવી તે લોકોને 4800 રૂપિયાનાં ઇન્જેક્શનનાં 10 હજાર રૂપિયામાં વેચતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને આખી ચેઇનનો પર્દાફાશ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુરતમા પણ આ પ્રકારના કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરતમાં જે ઇન્જેક્શનનું કાળાબજાર કરવામાં આવતું હતું તેના તાર બાંગ્લાદેશ સુધી પહોંચ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો