પાટીલની રેલીનો રેલોઃ રેલીમાં હાજર રહેનાર રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના પોઝિટિવ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 21 અને 22 ઓગસ્ટે પાટીલ રાજકોટ પ્રવાસે આવ્યા ત્યારે તેના સ્વાગત માટે ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં રૈયાણી પણ જોડાયા હતા અને સી.આર. પાટીલની ખુલ્લી જીપમાં સવાર પણ થયા હતા.
પાટીલના કાર્યક્રમોમાં ઘણી જગ્યાએ રૈયાણી માસ્ક વગર પણ જોવા મળ્યા હતા
21 અને 22 ઓગસ્ટે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ શહેરના પ્રવાસે આવ્યા હતા. પ્રમુખની સાથે રૈયાણી ખોડલધામ સહિતના કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. પાટીલના કાર્યક્રમ બાદ એટલે કે 24 ઓગસ્ટથી રૈયાણીને સામાન્ય તાવની અસર જોવા મળી હતી. આથી રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ તાવ ચડ-ઉતર કરતો હતો. બાદમાં તેને શરદી અને તાવની વધુ અસર જણાતા અંતે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. અહીં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટીલના કાર્યક્રમમાં ઘણી જગ્યાએ રૈયાણી માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

