રાજકોટમાં લાફાવાળી થતા હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો, સીટબેલ્ટના દંડના મામલે મહિલા PSI અને અધ્યાપિકા વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં સીટબેલ્ટના દંડના મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના અધ્યાપિકા વચ્ચે હાથોહાથની જામી પડી હતી. જેમા ઝપાઝપીથી લાફાવાળી થતા સરાજાહેર હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કિસ્સામા લેડી પીએસઆઈ અને અધ્યાપિકા બંન્નેએ એકબીજા ઉપર ગેરવર્તણૂકના આક્ષેપો કર્યા છે. ત્યારે આ કિસ્સામા ઉચ્ચ પોલીસ અમલદારોએ તટસ્થતાથી ઘટનાના મૂળ સુધી જવાની માંગણી થઈ છે.

રીંગ રોડ પર મહિલા પોલીસ મથકમા ફરજ બજાવતા મહિલા પીએસઆઈ જલવાણી સહિતના સ્ટાફે માસ્ક અને સીટ બેલ્ટ વગર નીકળેલી મહિલા કાર ચાલકને અટકાવતા કાર હંકારી મુકતા ફિલ્મી ઢબે પીછો કરી તેને બહુમાળી ભવન પાસે આંતરી લેતા કાર ચાલક મહિલાએ પોતે કલાસ ટુ ઓફિસર હોવાનુ કહી તમે બુટલેગર સહિતના ગુંડાઓને પકડી બતાવો કહી હંગામો મચાવી સરાજાહેર ફડાકા ઝિંકી દેતા લોકોના ટોળા એકઠા થયા હતા.

બનાવનો મામલો પ્રહલાદ નગર પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચાલક યુવતીની માતાની પુછતાછ કરતા તે રાજકોટ કાલાવડ રોડ પર રહેતા ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાની હોવાનુ અને હાલ ધર્મેન્દ્ર કોલેજમા પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનુ અને હોસ્પિટલના કામે જવુ હોય ઉતાવળ હોવાથી કાર હંકારી હોવાનુ રટણ કરતા બનાવને પગલે મહિલા પોલીસે દંડ લઈ લીધો હોય હજુ સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાનુ પીઆઈ એલ.એલ. ચાવડાએ જણાવ્યુ હતું.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમા ગુજરાતી વિષય ભણાવતા વર્ગ-2ના અધિકારી ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાનીએ જણાવ્યુ કે મારી પૂત્રીને ટ્રાફિક પોલીસે રોકતા તે ઉતાવળમા હોસ્પિટલે જતી હોઈ રોકાઈ ન હતી. આટલી વાતમા તેનો પીછો કરી બાદમા પોલીસે અમાનવીય વર્તન કરતા પૂત્રીએ મને બોલાવી હતી. જ્યા મારી પૂત્રી સાથે પોલીસના બળજબરીભર્યા વર્તન સામે મે વાંધો ઉઠાવેલો, જેનાથી મહિલા પીએસઆઈ ઉશ્કેરાયા અને મારી પૂત્રીને માર મારવાની ચેષ્ટા થતા ઝપાઝપી થઈ હતી. ‘કોઈ મારી પુત્રીને મારે તો હું કેમ જોઈ શકુ? ઝપાઝપીમા મારૂ મંગળસુત્ર ખોવાઈ ગયુ, ચશ્મા પડી ગયા -અમે સ્તબ્ધ બની ગયા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો