“તું એક લેડીસ શું કરી શકે.. તું બોલાવી લે”, મહિલા દિવસે જ રાજકોટમાં વકીલ અને CA બહેનો ઉપર હુમલો, પાંચ ઝડપાયા

રાજકોટ (Rajkot) સહિત સમગ્ર વિશ્વભરમાં 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની (International womens day) ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટ શહેરમાં વિશ્વ મહિલા દિનના સવારના ભાગમાં સ્ત્રીના માન-સન્માન તેમજ તેના નિવૃત પીએસઆઇ (ex PSI) પિતા ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પાંચ જેટલા આરોપીઓની (five accused arrested) ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં 8મી માર્ચે વહેલી સવારથી વિશ્વ મહિલા દિનની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શના બેન, વકીલ પદ્મિની બેન તેમજ બંને યુવતીના પિતા નિવૃત પીએસઆઇ પોપટ ભાઈ સોમાભાઈ પરમાર તેમજ તેમની સાથે કામ કરતા હિરેનભાઈની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે નિવૃત્ત પીએસઆઇ સોમાભાઈ પોપટ ભાઈ પરમાર ની ફરિયાદ અનુસાર યુનિવર્સિટી પોલીસ મથકમાં આઈપીસીની કલમ 323, 324, 114, 504 તેમજ ગુજરાત પોલીસ એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધી પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક દીકરો છે જ્યારે કે ત્રણ દીકરી છે. ત્રણ દીકરીઓ પૈકી સૌથી મોટી દીકરી ભાવના લગ્ન કરીને તેના સાસરે છે. જ્યારે કે પદ્મિની નામની દીકરી વકીલ છે તેમજ દર્શના નામની દીકરી ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. આજરોજ મારી દીકરી દર્શનાબેન ઘરેથી ઓફીસ જવા નીકળી હતી ત્યારે તેના સુઝુકી સાથે સફેદ કલરનું હીરોહોન્ડા મોટરસાઈકલ અથડાતા તે નીચે પડી ગઈ હતી.

તેમજ હીરોહોન્ડા મોટરસાઈકલ અથડાતા દીકરીના વાહનમાં નુકસાની પણ થવા પામી હતી. જેથી મારી દીકરીએ મોટર સાયકલ વાળા ભાઈને કહ્યું હતું કે આવી રીતે મોટરસાયકલ કેમ ચલાવો છો? જોઈને ચલાવતા હોય તો. ત્યારે જોતજોતામાં સામેવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મારી દીકરી ને કહ્યું હતું કે મારું નામ ધર્મજીત સિંહ ઝાલા છે. ” તું એક લેડીસ તરીકે શું કરી શકે તારા જેટલા હોય એને તું બોલાવી લે ” જેથી મારી દીકરીએ તેને કહ્યું હતું કે આજે વિશ્વ મહિલા દિવસ છે અને તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો .

ત્યારબાદ પોતાની ઓળખ ધર્મજીત સિંહ ઝાલા કરી ને આપનાર વ્યક્તિ એ ફોન કરીને પોતાના ત્રણ મિત્રોને બોલાવી લીધા હતા. કેટલામાં મારી દીકરીએ મને ફોન કરતા હું તેમ જ મારી ઘરે રહેલ વકીલ દીકરી પદ્મિની બેન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ હું તેમને સમજાવવા છતાં તેઓ મારી ઉપર ઉશ્કેરાઇ ગયા હતા અને મને જેમ ફાવે તેમ ગાળો આપી પોતાની દુકાનમાં થી કાતર લઈને સીધો જ મારી ઉપર હુમલો કર્યો હતો. તેમજ મારી દીકરી પદ્મિની ઉપર પણ હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી.

ઇજા પહોંચતા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં અમે સારવાર પણ લીધી હતી જે અંતર્ગત મને પાંચ જેટલા ટાંકા પણ આવ્યા છે. સારવાર લીધા બાદ અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

નિવૃત પીએસઆઇ ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીત સિંહ ચાવડા દ્વારા તેમજ સ્ટાફના પીએસઆઇ જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા ધર્મજીતસિંહ રણજીતસિંહ ઝાલા, યોગેશભાઈ ભના ભાઈ ચાવડા, નિમેષભાઈ સંજયભાઈ ધામેલીયા, યાજ્ઞિક ભાઈ દિનેશભાઈ પટ્ટી તેમજ પાવન ભાઈ રાજેશ ભાઈ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો