રાજકોટમાં એક્સ-રે કઢાવીને ઘરે પરત ફરતાં મળ્યું મોત, અકસ્માતનો લાઇવ વીડિયો સીસીટીવીમાં કેદ થયો

રાજકોટમાં (Rajkot) મંગળવારના રોજ બજરંગવાડી માંથી એક્સ-રે (Xray) કઢાવીને ઘરે પરત ફરી રહેલા ભાવનાબેન સોલંકીને (Woman) ટેમ્પો ટ્રાવેલર દ્વારા અડફેટે (Accident) લેવામાં આવતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે ટુ વ્હીલર ચલાવતા તેમના દિયર ને મુંઢમાં ઇજા પહોંચી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતક ભાવનાબેન સોલંકીને પગમાં દુખાવો થતો હોવાના કારણે તેમના દિયર મહિપત ભાઈ સોલંકી સાથે એક્સરે કરાવીને પરત આવતા હતા. મૃતક ભાવનાબેન સોલંકીના પતિ જગદીશભાઈ સોલંકી ને હાથમાં પાટો હોય જેથી પતિની જગ્યાએ તેઓ પોતાના દિયરને પોતાની સાથે લઈ ગયા હતા. દરમિયાન ટેમ્પો ટ્રાવેલર સાથે તેમનો અકસ્માત થયો હતો જેમાં તેમનું મોત થયું હતું. અકસ્માતનો લાઇવ વીડિયો (Live Video) સીસીટીવીમાં (CCTV)કેદ થયો હતો

સાંજના સાત વાગ્યાને સાત મિનિટે તેઓ જ્યારે એક્સ-રે કરાવીને પરત ફરી રહ્યા હતા. તે સમયે ત્રિકોણબાગ નજીક આવેલ momai tea stall ની સામે ટેમ્પો ટ્રાવેલર દ્વારા તેમના ટુ વ્હીલ ને અડફેટે લેવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનાબેન સોલંકી નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક ભાવનાબેન ના પતિ જગદીશભાઈ સોલંકી ફરસાણની દુકાન ચલાવે છે. જેમાં તેમનો 23 વર્ષીય પુત્ર પણ તેમનો સાથ આપે છે. ત્યારે ઘરની સ્ત્રીનું આ પ્રકારે મૃત્યુ થતાં સોલંકી પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યુ છે. મંગળવારના મોડી રાત્રે પોસ્ટ મોર્ટમ બાદ પરિવારજનો ને ભાવના બેન ની લાશ પરત મળતા ભાવના બેન ની અંતિમ વિધિ સહિતની પ્રક્રિયાઓ પરિવારજનો દ્વારા બુધવાર ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આવેલા રૈયા રોડ પર ગત ૩જી માર્ચના રોજ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતમાં કુટુંબીજન ની અંતિમ યાત્રા માટે ઘરેથી નીકળેલા દંપતીને અકસ્માત નડયો હતો.

જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સમગ્ર મામલે મહિલાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોઢાની સર્જરી માટે તેને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં અકસ્માતના ગુના અંતર્ગત ગાંધીગ્રામ પોલીસે ઇપીકો ની કલમ 79, 337 તથા મોટર વ્હીકલ એક્ટ ની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો