રાજકોટ શહેરમાં બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના (Accident) બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં (Accident in Rajkot) અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે જે બન્ને બનાવમાં ઘટનાસ્થળે બે વ્યક્તિઓનું મોત નિપજયાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના ઘંટેશ્વર એસ.આર.પી કેમ્પમાં રહેતા ધનરાજ સિંહ વિજયસિંહ ચુડાસમા નામનો 27 વર્ષીય યુવક પોતાનું બાઇક લઇ જતો હતો. જે દરમિયાન આગળ જતી ટ્રોલીમાં પોતાનું બાઇક ઘુસી જતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક નો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

તો બીજી તરફ રાજકોટ તાલુકાના રફાળા ગામે રહેતા અને ગોંડલ રોડ પર આવેલી એચડીએફસી બેંકમાં રીટેલ પોર્ટફોલિયો મેનેજર તરીકે નોકરી કરતા અંજુબેન રાઠોડ નામની મહિલા કર્મચારીનો પણ ટ્રકની ઠોક્કર વાગતાં મોત નિપજ્યું છે. મહિલા કર્મચારી પોતાનું ઓફિસ વર્ક પતાવી પોતાના એકટીવા મારફતે પોતાના ઘરે જઈ રહ્યા હતા આ સમયે કુવાડવા પાસે ટ્રકચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી.

જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મૃતકના પિતા સવજીભાઈ રાઠોડ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે કુવાડવા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃતક અંજુબેન બે ભાઈ અને બે બહેન માં મોટા હતા. ત્યારે પરિવારની તમામ જવાબદારીઓ પણ અંજુબેન ના ખભે હતી.

ઉલ્લેખનીય છે કે 21મી ના રોજ અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે વીરપુર પાસે i20 કાર હાઇવેના સેફટી ગડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત માં ગડર કારની આરપાર પસાર થઈ ગયું હતું. બે યુવાનોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો