રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દાખવી માનવતા: વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

પોલીસ પ્રજાનો રક્ષક છે આ વાત ફરી એક વખત રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલએ સાબિત કરી બતાવી છે. રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન ફરજ પૂર્ણ કરી ઘરે જતા સમયે રસ્તામાં માતા-પિતાથી વિખૂટું પડી ગયેલા બાળકને જોતાજ તેને નાસ્તો કરાવી બાદમાં પરિવાર સોધી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજકોટ શહેર પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા જયભાઇ આદ્રોજા બુધવારે રાત્રીના ફરજ પરથી પરત ઘરે જતા હતા. દરમિયાન રાત્રીના 8 વાગ્યા આસપાસ 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા સર્કલ નજીક એક માસૂમ 3 થી 4 વર્ષના બાળકને એકલું રડતા જોઇ પોલીસ જવાન ઉભા રહી ગયા હતા અને આ બાળક પાસે પહોંચ્યા હતા. તેને માતા-પિતા વિશે પૂછતાં કહી જવાબ આપી શકતું ન હતું. પરંતુ આ સમયે પોલીસ જવાને બાળકને નાસ્તો કરાવી પાણી પીવડાવી શાંત કર્યું હતું.

આ બાદ જવાને આસપાસના વિસ્તારમાં તેના માતા-પિતાને શોધવા કામગીરી હાથ ધરી હતી. લગભગ એકાદ કલાક પછી માતા-પિતા મળી આવતા પોલીસે બાળકને તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. ત્યારે બાળકને પણ હેમ ખેમ સુરક્ષિત હાલતમાં જોઇ પરિવારમાં પણ ચિંતા દૂર થઇ જતાં ખુશી જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો