ગુજરાતની આ બે મહિલાઓએ રાજસ્થાનમાં પતિ-પત્ની બનીને કર્યા જોરદાર ‘કાંડ’, આવી રીતે ફૂટ્યો ભાંડો

રાજસ્થાનના (Rajasthan) સીકરના દાતારામગઢ પોલીસ સ્ટેશનમાં (Police station) બે મહિલાઓને છેતરપિંડીના (woman accused fraud case) આરોપ હેઠળ પકડવામાં આવી હતી. આ બંને મહિલાઓ પર આરોપ છે કે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૌથી ખાસ બાબત તો એ છે બંને મહિલાઓ હોવાની જાણકારી તેમની ધરપકડ થયા પહેલા કોઈને ન હતી.

બંને અહીં ભાડુઆતના રૂપમાં રહેતી હતી અને પતિ-પત્નીની જેમ રહેતી હતી. તેમની ધરપકડ થયા બાદ જ્યારે તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું ત્યારે બંને મહિલાઓ હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડીની માસ્ટર માઈન્ડ (mastar mind of Fraud) ગણાતી આ બંને મહિલાઓ ગુજરાતની રહેનારી છે.

રિતુબેન સીકરમાં ઋતુભાઈ પટેલ બનીને રહેતી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાઓની ઓળખ ગુજરાતમાં રહેનારી રિતુબેન પટેલ અને દર્શના પંડિતના રૂપમાં થઈ છે. અત્યાર સુધી રિતુબેન પટેલ ઋતુભાઈ પટેલ બનીને રહેતી હતી. અને દર્શના પંડિત તેમી પત્ની બનીને ફરતી હતી. પતિ પત્ની બનીને આ બંને મહિલાઓએ છેતરપિંડીની સૌથી મોટી ઘટનાને અંજામ આપી હતી.

મકાન માલિકને પણ ન્હોતી ખબર આમનું રાઝ
ગત વર્ષે લોકડાઉન દરમિયાન આ બંને મહિલાઓ એક ટેક્સી ડ્રાઈવરની સાથે દાતારામગઢ વિસ્તારમાં દલપતપુરા ગામમાં આવી હતી. જ્યાં તેમણે તેજારામ નામના એક વ્યક્તિના ઘર પર ભાડુઆતના રૂપમાં 9 મહિનાથી રહેતા હતા. આ દરમિયાન એવું જણાવતી હતી કે તેમનો સીકરમાં કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એટલા માટે તે ભાડા પર રહે છે. તેજારામની સાથે સાથે આસપાસના અનેક લોકો જેમણે પરિચય કેળવ્યો હતો તેવા અનેક લોકો પાસેથી લાખો રૂપિયા સેરવીને ફરાર થઈ ગઈ હતી.

સીકર બાદ ત્રિવેદ્રમમાં લોકોને બનાવ્યા શિકાર
દાતારામગઢથી ફરાર થયા બાદ બંને મહિલાઓ ત્રિવેનદ્રમ જતી રહી હતી અહીં અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. દરેક જગ્યાએ તેમણે નકલી આઈડીથી રૂમો ભાડે લીધી હતી. પોતાનું એડ્રેસ પણ સાચું લખ્યું ન હતું. અંતે દાંતારામગઢ પોલીસને બંને મહિલાઓ ગુજરાતના મહેસાણામાં હોવાની જાણકારી મળી હતી. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટમાં ખુલ્યું રાજ
તેમને પકડીને પોલીસ જ્યારે પોલીસ સ્ટેશન લઈ આવી ત્યારે વાતચીત દરમિયાન ઋતુભાઈ પટેલ સ્ત્રી હોવાની શંકા ગઈ હતી. ત્યારે પોલીસે આ બંને મહિલાઓનું મેડિકલ કરાવ્યું હતું. જ્યાં ઋતુભાઈ પટેલ જે દર્શનાનો પતિ બન્યો હતો તે અસલમાં મહિલા જ નીકળી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો