સસરા-વહુના આડા સંબંધોએ તમામ હદ પાર કરી: સગા દીકરાને કાંટો સમજીને વાઢી નાખ્યો, બન્ને પકડાઈ ગયા

પ્રેમ આંધળો હોય છે એવું તમે અનેકવાર સાંભળ્યું કે જોયું હશે. પરંતુ રાજસ્થાનમાં બનેલી હચમાવી દેનારી ઘટનામાં પૂત્રવધુના પ્રેમમાં પડેલા સસરાએ પોતાના જ દીકરાને કાંટો સમજીને હત્યા કરી નાખી છે. આ ઘટના વિશે સાંભળીને લોકોના રુવાડા ઉભા થઈ જાય છે. પોલીસે દીકરાની હત્યા કરનારી પિતા અને પત્નીની ધરપકડ કરી લીધી છે.

બાપે દીકરાના લગ્ન કરાવ્યા પછી પોતાની જ પૂત્રવધુના પ્રેમમાં પડી ગયો, બન્ને વચ્ચે એટલો મનમેળ થઈ ગયો કે આખરે તેણે પોતાના જ દીકરાને પતાવી દીધો છે. આ ઘટના જેસલમેરના પોખરણમાં આવેલા આસ્કન્દ્રા ગામમાં બની છે. મૃતકની પત્ની પણ આ હત્યા માટે જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગત મહિને મૃતકના પિતા અને પત્ની બન્નેની ધરપકડ કરવામાં આવી. યુવકની હત્યાના 15 દિવસ બાદ ખુલાસો થયો હતો કે આ ઘટના પાછળ ઘરના જ બે સભ્યો જવાબદાર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા પહેલા મૃતક હીરાલાલને રાત્રે ઊંઘની ગોળીઓ નાખીને લીંબું શરબત પીવડાવ્યું હતું. મૃતક હીરાલાલના પિતા મુકેશ કુમાર અને પત્ની પારલેએ કરંટ આપીને 25મીની રાત્રે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી બીજા દિવસે અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા.

કડક પૂછપરછ થતા પત્ની પોપટની જેમ બધું બોલી ગઈ
એસપી અજયસિંહે જણાવ્યું કે, 6મેના રોજ મૃતકના નાના ભાઈએ ભાભી પર ભાઈને મારી નાખવાનો અને 26મીએ ફટાફટ અંતિમ સંસ્કાર કરી નાખવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદીના પિતરાઈ ભાઈએ મૃતક હીરાલાલની તસવીરો લઈ લીધી હતી. ભોમરાજને ભાઈની લાશ પર બળેલાના શંકાસ્પદ નિશાન દેખાયા હતા, જેના આધારે 6 મેના રોજ આઈપીસીની કલમ 302, 201 અને 120B આધારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દાટેલા મૃતદેહને કાઢીને તપાસ શરુ કરી હતી. આ તપાસમાં હીરાલાલની પત્ની પર શંકાની સોય આવી હતી.

આ પછી પોલીસ દ્વારા હીરાલાલની પત્ની પારલેની કડક પૂછપરછ કરવામાં આવી તો તેણે કબૂલ્યું કે તે આ હત્યામાં ભાગીદાર છે. તેણે પોલીસને જણાવ્યું કે, તે નોકરી નહોતો કરતો અને વારંવાર દારુના નશામાં તેના સસરા સાથેના આડા સંબંધોના લીધે અત્યાચાર ગુજારતો હતો. જે બાદ પોલીસે આ ઘટનામાં પારલેની સાથે હત્યા માટે ભાગીદાર પારલેના સસરાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો