‘હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે’ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત

”ગુજરાતમાં આજે પણ દારૂનું ચલણ છે, લગભગ બધે દારૂ મળે છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો માત્ર કાગળ ઉપર છે. જેના કારણે ગુજરાતની યુવાપેઢી બરબાદ થઈ રહી છે. હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે” રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે શહેરમાં કોંગ્રેસના જનવેદના સંમેલનના મંચથી આ રીતે ખુલ્લો પડકાર ફેંકી ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના સંમેલનમાં રાજકોટમાં ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી દારૂ પકડાયાની ઘટનાથી ભરતી પરીક્ષા, પાક વીમો, ટ્રાફિકના નવા રૂલ્સ, ખેડૂતોને વળતર, બેકારી અને આર્થિક ક્ષેત્રે મંદી જેવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના અનેક નેતાઓએ ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે આગળ વધતા ગુજરાતમાં પણ રૂપાણી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ કે દારૂ અંગે સાચી રીતે વાત કરી હતી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું. ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાય એ વિશ્વાસ નહોતો મને પણ પ્રભારી તરીકે વારંવાર અહીં આવવાનું થયુ, મહિનાઓ સુધી રહ્યો ત્યારે એ વિશ્વાસ તુટયો.

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ મારા ઉપર હુમલો કર્યો. ગુજરાતમાં દારૂ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવે છે. ખરેખર તો રૂપાણીએ જ્યાંથી દારૂ આવે છે એ પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીની સાથે બેસીને દારૂ રોકવા એક્શન પ્લાન બનાવવો જોઈએ. તેમ કરતા નથી ઊલટાના આક્ષેપો કરે છે. જો મેં ખોટું કહ્યુ હોય તો હું રાજીનામું આપુ નહીં તો રૂપાણીએ રાજીનામું આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો