પરિવારને રાજસ્થાન લઈ જવાના રૂ. 40 હજાર માગતા શ્રમિકે 3 દિવસમાં બાઈક મોડિફાઈ કરી, રૂ. 1300નું પેટ્રોલ ભરાવી 9 લોકો રવાના થયા

આત્મનિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે! મૂળ રાજસ્થાનના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો. લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે વતન લઈ જવાના રૂ.40 હજાર કહ્યા. ખિસ્સામાં માત્ર 2 હજાર રૂપિયા અને પરિવારમાં 9 સભ્યો. કેવી રીતે વતન પહોંચીશું? આ સવાલ લઈને હાથ પર હાથ રાખીને બેસી રહેવાની બદલે પરિવારના મોભી સોમાભાઈએ 3 દિવસમાં પોતાના બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન માટે નીકળી પડ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું

રાજકોટથી 350 કિલોમીટરનું અંતર કાપી પહોંચેલા સોમાભાઈએ જણાવ્યું હતું કે, હવે 360 કિલોમીટરનું અંતર બાકી છે. રૂ. 1300ના પેટ્રોલમાં અમે અમારા વતન પહોંચી જશું. રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો