વડોદરામાં શિક્ષકનો ઓનલાઇન ક્લાસમાં બેફામ વાણી વિલાસ: નેહરુની સિગાર માટે પ્લેન મોકલાતું, નવાબો સાથે પાર્ટી કરતાં, બધા ચોર છે

વડોદરા શહેરના વુડા સર્કલ નજીકની પાર્થ સ્કુલના સમાજવિદ્યાના શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ બેફામ વાણી વિલાસ કર્યો હતો. રાજ ભટ્ટે રાષ્ટ્રપિતા મહાત્ત્મા ગાંધીજી વિશે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતું શિક્ષણ આપ્યું હતું.

પાર્થ સ્કુલના શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહયું હતું કે, યુપીના ગોરખપુરમાં વિરોધ કરનાર લોકોને પોલીસે મારી નાખ્યા હતાં. બાદમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં જીવતા સળગાવ્યા હતાં. ઇન્ડિયનભાઇની જગ્યા પર બ્રિટિશર્સ મરી ગયાં હતાં. ગાંધીજીને મોટો ઝટકો લાગ્યો હતો. ઇન્ડિયન જેટલા મારો તે ચાલશે પણ બ્રિટિશર્સ એક પણ મરવો જોઈએ નહીં. ગાંધીજી સ્વદેશી સ્વદેશી અને નહેરુજી વિદેશી વિદેશી કરતા હતાં. ગાંધી અને નહેરુનું પહેલીથી આ પોલિસી હતી, બંનેની મિલીભગત હતી. નહેરુ સિગાર પીતો હતો, સિગારેટ સ્પેશ્યલ ૫૫૫ નંબર…તેવું શિક્ષક રાજ ભટ્ટ હસતા હસતા બોલ્યો હતો. સિગાર પણ લંડનથી આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચાર્ટર્ડ પ્લેનમાં સિગાર બ્રિટનથી આવતી હતી. વડાપ્રધાન બન્યા બાદ એક દિવસ સવારે અચાનક ખબર પડી કે સિગારેટ ખલાસ થઈ ગઈ છે. ભારતથી ચાર્ટર્ડ પ્લેન સિગારેટ લેવા બ્રિટન મોકલ્યું હતું. આ હતા નવાબના ઠાઠ, આપણા લોકો ખાવા માટે તરસતા હતાં. નહેરુ આવો જીવતો હતો. એમણા નાના છોકરાઓની પાર્ટી થતી હતી. ઇન્દીરા નાના બચ્ચાઓની પાર્ટી ચાર્ટર્ડ પ્લેનમાં થતી હતી, સ્પેશ્યલ પ્લેનમાં હવામાં પાર્ટી થતી હતી અને બોલતા હતાં કે અમે ગરીબ પરિવારમાંથી આવતા હતાં. ખબર નહીં ક્યો ગરીબ પરિવાર? લાગે છે કે કોંગ્રેસમાં કોઇ ગરીબ પરિવાર છે ? બિલકુલ નહીં. સબ ચોર.

બીજી તરફ, શિક્ષકે પાઠ ભણવતા વિદ્યાર્થીઓને કહયું હતું કે, ભારતમાં યુનિટી હતી અને આજે પણ છે. પરંતુ આજે પણ કેટલીક રાજકીય પાર્ટીઓને આ યુનિટી સારી લાગતી નથી. કારણકે એ લોકો જાણે છે કે, ભાગલા પાડયા તો વોટ બેંક ચાલશે અને નહીં પડે તો પાર્ટી ખલાસ થઈ જશે. સાઉથ ઇન્ડિયાની પાર્ટી છે તે બધાને ખબર છે. સાંભળ્યુ છે ? પછી કહીશ.

શિક્ષકના ગેરવ્યાજબી વર્તન સામે કડક કાર્યવાહી થવી જોઈએ

મારી પુત્રી પાર્થ સ્કુલમાં અભ્યાસ કરે છે. ગત તા.૭મીએ સમાજવિદ્યાના શિક્ષક રાજ ભટ્ટે ધો.7, 8 અને 9ના વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસમાં ગાંધીજી અને નહેરુજી વિશે ગેરમાર્ગે દોર્યાં હતાં. રાષ્ટ્રપિતા અને દેશના પ્રથમ વડાપ્રધાનનું શિક્ષકે અપમાન કર્યું હતું. અગાઉના ક્લાસમાં પણ મોતીલાલ નહેરુએ બ્રિટિશરોના નાણાં ખાઇ ગયા હોવાનો આક્ષેપ શિક્ષકે કર્યો હતો. શિક્ષકના આ પ્રકારના ગેરવ્યાજબી વર્તન સામે કડક કાર્યવાહી થવી જોઈએ. – રોનક પરીખ, વાલી.

કોંગ્રેસ શિક્ષકની વિરૂદ્ધમાં કલેક્ટરને રજુઆત કરશે
શહેર કોંગ્રેસ દ્વારા પાર્થ સ્કુલના શિક્ષક રાજ ભટ્ટના વિરૂદ્ધમાં આવતીકાલે બુધવારે કલેક્ટરને રજુઆત કરવામાં આવશે. શિક્ષક રાજ ભટ્ટના બેફામ વાણિ વિલાશને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડયો હતો. આવતીકાલે બપોરે 12 કલાકે કોંગ્રેસ કલેક્ટરને આવેદન પત્ર આપશે.

પાર્થ સ્કુલે રાજ ભટ્ટને પાંચ દિવસ બાદ નાટિસ ફટકારી

પાર્થ સ્કુલના સામાજિક વિજ્ઞાનના શિક્ષક રાજ ભટ્ટનો વીડિયો આજે સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઓનલાઇન ક્લાસના પાંચ દિવસ બાદ પાર્થ સ્કુલના સત્તાધીશો સફાળા જાગ્યા હતાં. શું વિવાદ અગાઉ સ્કુલ સત્તાધીશોને ધ્યાનમાં આવ્યો નહીં ? જોકે, પાર્થ સ્કુલના આચાર્યએ વિવાદિત નિવેદનને આજે વખોડયું અને શિક્ષક રાજ ભટ્ટને નોટિફ ફટકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો